________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
જિનેશ્વર ભગવાન એક ફુલના માટે મનુષ્ય દેવ અને મોક્ષનાં સુખ આપે છે એવું કસાટું કરે છે, એજ એમના શરીરનું ભોળાપણું બતાવી આપે છે.”
રાજાએ તેના એ વચનથી પ્રસન્ન થઈ તેને નવ લાખનું દાન આપ્યું. પછી ઈંદ્રમાળા પહેરવાની વખત થઈ. તેની ઉછળામણીમાં પ્રથમ વાક્ષટ મંત્રી ચાર લાખ બે. તેના રાજાએ આઠ લાખ કર્યા. તે ઉપર મંત્રીએ વધીને સોળ લાખ કર્યો. ત્યારે રાજાએ ઉપડીને બત્રીશ લાખ કહ્યા. એવી રીતે સ્પર્ધાથી ઈદ્રમાળા પહેરવાનું મૂલ્ય બોલાતું હતું એટલામાં એક ગુપ્ત દાતાએ આવીને એકદમ સવા કરોડ કર્યો. તે સાંભળી રાજા ચમત્કાર પામી બેલ્યો કે, “જોઈએ તે ભાગ્યશાળીનું મુખકમળ” એટલે મહુવાના શેઠ મહાસાધારૂના પુત્ર જગડુશા સાધારણ વેશમાં આગળ આવી બેઠા. તે જોઈ રાજાનું મન વિસ્મયથી આકુળ થયું અને તેથી તે મંત્રી પ્રત્યે કહેવા લાગ્યું કે, “પહેલો મૂલ્યને બંદોબસ્ત કરીને માળા આપજે.” તે સાંભળી જગડુશા સવા કરોડને ઢગલે કરી બેલી ઉઠયા કે, “મહારાજ, આ તીર્થ સર્વને સાધારણ છે. અહીં કોઈ નાણાંની સવડ વગર બોલે જ નહીં. એ બનાવ જોઈ રાજા ચકિત બની ગયું અને જગડુશાને ખુશીની સાથે ભેટીને છેલ્લે કે, “આપ અમારા સર્વેમાં મુખ્ય સંઘવી છે. આપ આ તીર્થોમાળ સ્વીકારી કૃતાર્થ થાઓ.” એમ કહી તેને માળા આપી. તેણે તે લઈને ૬૮ તીર્થો કરતાં પણ તીથૈભૂત એવી પિતાની માતાને પહેરાવી. બીજા શુભલક્ષ્મીના સ્વામીઓએ પણ એજ પ્રમાણે સ્પર્ધાથી સ્વયંવરની માળાની પેઠે તીર્થ માળાઓ આદર પૂર્વક ગ્રહણ કરી. જિનેશ્વર ભગવાનના મંદિરમાં પિતાનું સર્વસ્વ આપીને પણ પુરૂષ માળા ગ્રહણ ન કરે? એ માળાને પુણ્યથી મનુષ્યને આ લોકમાં પણ ઇંદ્રની પદવી સુરાયમાન થાય છે. એ પ્રમાણે આરતી મંગળદી વિગેરે પૂજાના સર્વ ઉપ
For Private and Personal Use Only