________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે,
૨૪૧
પચાસ જન અને શિખર આગળ દશ જન વિસ્તાર હતો અને ઉંચાઈમાં તે આઠ જન હતો. સર્વ તીર્થોની હજાર યાત્રા કરવાથી જેટલું ફળ થાય છે તેટલું ફળ શ્રી શત્રુંજયની એક યાત્રાથી થાય છે. કહ્યું છે કે, દ્રવ્ય, સંકુલમાં જન્મ, સિદ્ધિક્ષેત્ર, સમાધિ અને સંધ એ પાંચ સકાર લેકમાં અતિ દુર્લભ છે. સિદ્ધિક્ષેત્ર (શjજય) ઉપર પૂર્વ અનંતા તીર્થકરે સમવસર્યા હતા અને અનંતા મુનિ સિદ્ધિપદને વર્યા હતા. તે કારણથી પંડિતે તેને મહા તીર્થ કહે છે. એના સ્પર્શથી વન અથવા વૃધાવસ્થામાં અજ્ઞાનને લીધે જે પાપ કર્યું હોય તે નાશ પામે છે. અન્ય તીર્થોપર કરેલું જે સુકૃત ઘણું ફળ આપે છે તેજ સુકૃત શત્રુંજય ઉપર કરવાથી ક્ષેત્રના પ્રભાવને લીધે અનંતુ ફળ આપે છે. શ્રીનંદીશ્વર દ્વીપની યાત્રાથી જેટલું પુણ્ય થાય તેનાથી બમણું પુણ્ય કુંડળ પર્વતની, ત્રણ ગણું રૂચક પર્વતની, ચાર ગણુ હસ્તિદત પર્વતની, પાંચ ગણુ જંબુ ચૈત્યની, છ ગણુ ધાતકી ચત્યની, બાવીસ ગણુ પુષ્કર દ્વીપની, સો ગણુ મેરૂચૈત્યની, હજાર ગણું સમેતશિખરની, લાખ ગણુ અંજનગિરિની, દશ લાખ ગણુ રેવતાચલની અને અષ્ટાપદની અને કરોડ ગણુ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. પરંતુ મન,વચન અને કાયાના શુદ્ધ વેગથી કરેલી શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ અતુ છે. કહ્યું છે કે,
શત્રુંજ્ય સામે એક એક ડગલું ભરતાં હજાર કરોડ ભવનાં પાતિક દૂર થાય છે. શત્રુંજય પર્વત, ગજેંદ્રપદકુંડ અને નવકાર મંત્ર એ ત્રણને જગતમાં જોડે નથી. શત્રુંજયનાં દર્શનથી જ કરોડો ભવમાં કરેલાં ઋષિડત્યાદિ મહા પાપ નાશ પામે છે. તે એના
સ્પર્શની શી કથા સેંકડે જંતુને ઘાત અને હજારે પાપ કરનાર તિએ પણ આ તીર્થનું શરણ લેઇને દેવલેક ગયાં છે. એમ સાંભળવામાં છે કે, શત્રુંજયને સ્પર્શ કરવાથી, રેવતાચલનું વંદન કરવાથી અને ગજેન્દ્રપદકુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મનું નિવારણ થાય છે.
૩૧
For Private and Personal Use Only