________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
મહિમા શ્રીઅતિમુક્ત કેવલીએ નારદમુનિ આગળ આ પ્રમાણે વર્ણ બે હતે. “અન્યતીપર ઉગ્ર તપસ્યા કરવાથી અને બ્રહ્મચર્યનું સેવન કરવાથી જેટલું ફળ થાય છે તેટલું જ ફળ શ્રી શત્રુંજયગિરિપર માત્ર વાસ કરવાથી થાય છે. કારણ કે, તે પર્વત પર અનેક મુનિ કેવળ જ્ઞાન પામી સિદ્ધપદને વર્યા છે તેથી તેનું વંદન કરવાથી સર્વ તીનું વંદન થાય છે. અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ગિરિનાર પર્વતની યાત્રાથી જેટલું પુણ્ય થાય તેનાથી સે ગણું ફળ શત્રુંજયની યાત્રા કરવાથી થાય છે. શાસ્ત્રમાં તીર્થકર મહારાજની પૂજા કરવાનું જેટલું ફળ કહ્યું છે તેનાથી સે ગણું પ્રતિમા ભરાવવામાં, હજાર ગણું ફળ પ્રાસાદ બંધાવવામાં અને અનંત ગણું ફળ પ્રાસાદનું રક્ષણ કરવામાં કહેલું છે. શ્રી શત્રુંજય પર સ્નાત્ર પૂજા વિગેરે કરવાથી જેટલું પુણ્ય બંધાય છે તેટલું પુણ્ય અન્ય તીર્થો ઉપર દ્રવ્ય, સુવર્ણ, ભૂમિ અને આભૂષણ વિગેરેનું દાન કરવાથી પણ થવું મુશ્કેલ છે. શ્રી શત્રુંજ્યગિરિનું વંદન કરવાથી સ્વર્ગ, પાતાલ અને મનુષ્ય લેકના સર્વે તીર્થોનું વંદન થાય છે. વિદ્યાપ્રાકૃત નામના ગ્રંથમાં શ્રી શત્રુંજયના એકવીસ નામ આપેલાં છે. ૧ પુંડરિકગિરિ, ૨ સિદ્ધિક્ષેત્ર, ૩ મહાચળ, ૪ સુરસેલ, પ વિમલાદ્રિ, ૬ પુણ્યરાશિ, ૭ શ્રીપદ, ૮ પર્વદ્ર, ૯ દૃ ઢશક્તિ, ૧૦ અકર્મક, ૧૧ મુકિતગેહ, ૧૨ મહાતીર્થે, ૧૩ શાશ્વત, ૧૪ સર્વકામદ, ૧૫ પુષ્પદંત, ૧૬ મહાપા, ૧૭ પૃથ્વીપીઠ, ૧૮ પ્રભાપદ, ૧૯ પાતાલમૂલ, ૨૦ કૈલાસ અને ૨૧ ક્ષિતિમંડલમંડપ.” અન્ય ગ્રંમાં તે ગિરિનાં ૧૦૮ નામો પણ આપેલાં છે. પહેલા આરામાં શ્રી શત્રુંજયનું ભાન એંશી જનનું હતું તે બીજા આ રામાં સીત્તેર જન, ત્રીજા આરામાં સાઠ એજન, પાંચમા આરામાં બાર યોજન અને છઠ્ઠામાં સાત હાથનું કહેલું છે. જેવી રીતે આવસર્પિણીમાં એના માનની ક્રમે ક્રમે હાનિ કહેલી છે તેવી રીતે ઉત્સર્પિણીમાં વૃદ્ધિ કહેલી છે; પરંતુ એને મહિમા તે હમેશ ઠામજ રહે છે. શ્રીયુગાદીશના સમયમાં એ પર્વતને મલ આગળ
For Private and Personal Use Only