________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૩૯
યારે તે કાલકરને પણ
નવા
પણ પુણ્યના પુંજ સમાન સંઘાધિપતિની પદવી વારેઘડીએ મળવી મુશ્કેલ છે. જયારે તીર્થકરને પણ શ્રીસંઘ સર્વદા માન્ય અને પૂજા હોય છે ત્યારે તે શ્રીસંધનો અધિપતિ લકત્તર સ્થિતિ ભોગવે એમાં નવાઈ નથી. સંઘપતિ ચતુર્વિધ સંઘ સાથે શુભ વાસના વડે રથમાં દેરાસર અને જિનપ્રતિમા પધરાવી મહોત્સવ પૂર્વક પાંચ પ્રકારના વાજિના નાદ વચ્ચે નિકળે. માર્ગમાં દીન જનેને પાંચ પ્રકારનાં દાન વડે ઉદ્ધાર કરે. ગામેગામ જિનમંદીરમાં ધ્વજારે પણ કરે. શત્રુંજય, રૈવતાચળ, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર એ ઠેકાણે શુભ શ્રદ્ધાથી તીર્થંકર મહારાજને પૂજે. સર્વ તીર્થભૂમિમાં અને તેમ ન બને તે એક શ્રીશત્રજયગિરિ પર ઇંદ્રિોત્સાદિ મહા કૃત્ય કરે.
હવે જેનાથી સંસાર સમુદ્ર તરાય તેનું નામ તીર્થ. તે તીર્થ શાસ્ત્રમાં બે પ્રકારનાં કહ્યાં છે. ૧ સ્થાવર અને ૨ જંગમ. જંગમ તીર્થમાં મુનિ પિતે અને સ્થાવર તીર્થમાં તે મુનિએ સેવેલાં સ્થાનાદિ ગણાય છે. તીર્થકર, ગણધર અને ચતુર્વિધ સંઘ એમને સમાવેશ જંગમ તીર્થમાં થાય છે. રથાવર તીર્થના સંબંધમાં આચારાંગ સૂત્રની નિર્યુક્તિમાં આ પ્રમાણે પાઠ છે –
તીર્થકર મહારાજને જે સ્થાનકે જન્માભિષેક થયો હોય, જ્યાંથી ભગવાન દિક્ષા ગ્રહણ કરવા નિકળી જ્યાં અણગાર થયા હોય જ્યાં ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને જયાં ભગવાન મુક્તિએ ગયા હોય તે સ્થાનકે, દેવલેક, પાતાલભૂમિ, નંદીશ્વરદીપ અને નગરોમાં આવેલાં દિવાલ, અષ્ટાપદ, ગિરિનાર, ગજાગ્રપદ, ધર્મચક્ર, પાઉં, રક્ષાવર્ત અને મેરૂ પર્વત એ સર્વનું હું વંદન કરૂં છું”
આ પાઠમાં બતાવેલા તીર્થો કરતાં શ્રીશત્રુજય શ્રેષ્ઠ છે. તે સર્વ તીથોના અવતાર રૂપ અને સર્વ તીથની યાત્રાના ફળને આ પનાર છે. તે તીર્થ મહા પ્રભાવિક અને અનાદિ
For Private and Personal Use Only