________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૨૧ મો.
યાત્રા. કેટલાક દિવસ પછી યાત્રાને ઉત્સવ કરવાને ઉતાડ થવાથી શાસનની પ્રભાવના કરવામાં સાવધાન તેણે શ્રી હેમાચાર્યને પૂછયું કે, “મહારાજ યાત્રા કેટલા પ્રકારની છે ?”
શ્રીહેમાચાર્ય બેલ્યા-શાસ્ત્રકારે યાત્રાના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ અષ્ટાહિકા યાત્રા, ર રથયાત્રા અને ૩ તીર્થયાત્રા. તેમાં ત્રીજી તીર્થયાત્રા અ સર્વ પ્રકારના પુણ્યની વૃદ્ધિનું કારણ અને સર્વ શુભ કૃત્યમાં મુખ્ય છે. કારણ કે તીર્થયાત્રામાં દાનાદિ સર્વધર્મની સીમા છે. આર. ભનું નિવારણ, દ્રવ્યની સફળતા, સંધનું વાત્સલ્ય, સમ્યક્ત્વની શુદ્ધિ, નેહી જનોનું હિત, જીર્ણ ચૈત્યને ઉદ્ધાર, તીર્થને પ્રભાવ, શાસનની ઉન્નતિ, જિનવચનને આદર, સુરનરને વૈભવ, તીર્થંકરની ઋદ્ધિ અને મુક્તિની સમીપતા એ સર્વ તીર્થયાત્રાનાં મહા ફળ છે. તીર્થયાત્રા કરનારા પિતાના પૂર્વજોને માર્ગમાં પ્રકાશ નાખી અનુજેને સન્માર્ગમાં પ્રવર્તાવે છે. શ્રી ભરત ચક્રવત અષ્ટાપદપર, શ્રેણિક રાજા વૈભારગિરિપર અને આમ રાજા ગિરિનારપર પૂર્વે જિનેશ્વરનાં દર્શન કરવા ગયા હતા. હાલ પણ ઘણા જ સ્વપરાક્રમથી મેળવેલા ધનથી વિધિ પૂર્વક યાત્રા કરી તે માર્ગને અન્ય રાખે છે. તીર્થયાત્રા કરવામાં પણ સંઘપતિની પદવી ભાગ્યશાળીનેજ મળે છે. ચક્રવાતની પદવી કરતાં ઈદ્રની પદવી વખાણવા લાયક છે અને ઈદ્રના કરતાં સંઘપતિની પદવી વધારે વખાણવા જેવી છે. તેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે અને નવીન નવીન પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સંસારમાં પ્રાણીઓ વારંવાર દેવતા અને મનુષ્યના ભવ પામે છે, કીર્તિથી રજૂરાયમાન ઉત્કૃષ્ટ સામ્રાજય મેળવે છે અને દેવસમૂહથી આરાધિત વર્ગનું રાજય ભોગવે છે.
For Private and Personal Use Only