________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
શ્રી કુમારપાલ પ્રબંધ.
જિનાગમ ભણનારનું જે ભક્તિ પૂર્વક સન્માન કરે છે તેમને ધન્ય છે. તેઓ વાત્મય સર્વ (પદાર્થ) જોણી સિદ્ધિ પામે છે. કહ્યું છે કે, પિતે ભણે, બીજાને ભણાવે અથવા ભણનારને વસ્ત્ર ભોજન અને ભોજનાદિ વસ્તુથી સહાય કરે તે સંશય વગર સર્વજ્ઞની પદવીને પામે છે. લખેલાં પુસ્તક વિગ્ન ગીતાર્થ આચાર્યને બહુમાન પૂર્વક વ્યાખ્યાન કરવા આપવા અને વ્યાખ્યાન કરે તે નિરંતર પૂજાપૂર્વક સાંભળવું. એ પ્રકારે જિનાગમ નામના ત્રીજા ક્ષેત્રમાં ધનાદિને ઉપયોગ કરે.
જે સંસાર ત્યાગ કરવાની ઈચ્છાવાળી મતિ રાખી મુક્તિને માટે યત્ન કરે છે, જેને પાવન કરવાના ગુણને લીધે તીર્થ કહે છે, જેની બરાબર બીજો કોઈ નથી, જેને તીર્થંકર નમસ્કાર કરે છે, જેનાથી સત્પનું કલ્યાણ થાય છે, જેની હુર્તિ ઉત્કૃષ્ટ છે અને જેનામાં સર્વ ગુણને વાસ છે તે સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય રૂ૫ શ્રીસંઘની રત્ન અને સુવર્ણના આભરણ, રેશમી વસ્ત્ર અને અન્નાનાદિથી શક્તિ પ્રમાણે પૂજા કરવી. - જે કે સર્વ વ્રતાદિ ધર્મ શુદ્ધ ભાવે પાળવાથી પોતાનો આત્મા ભવસમુદ્ર તરે છે, તે પણ સાત ક્ષેત્રમાં ધન વાપરવાથી તેને વિશેષ સંભવ થાય છે. તેનાથી પિતાને અને બીજાને ચિરકાળ સુધી રહે એવું મહાશ્રાવકપણ મળી પ્રાંતે મુક્તિ મળે છે.
એ પ્રમાણે ગુરૂના ઉપદેશરૂપ અમૃતરસનું પાન કરી ધર્મને કલ્પવૃક્ષ સમાન તે પરમાહિતને પિતાની લક્ષ્મી કૃતાર્ય કરવાની ઈચ્છા થઈ અને તેથી તે મહા શ્રાવકની પદવી મેળવવા સારૂ ચિત્યાદિ કરાવવામાં પ્રવૃત્ત થશે.
પાટણ મળે ૨૫ હાથ ઉંચે, ૭૨ જિનાલયથી યુક્ત અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર પોતાના પિતાના કલ્યાણાર્થે બંધાવ્યું.
૧. ત્યાગી.
For Private and Personal Use Only