________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૩૧
પૂર્વે ઉંદરનું દ્રવ્ય હરણ કર્યું હતું તેને પ્રાયશ્ચિતમ ઉંદરવસાહિકા બંધાવી. પૂર્વે માર્ગમાં દેવશ્રીએ કરબો આપે હતે તેના સ્મરણાર્થ કરંબવાહિકા કરાવી. પૂર્વે ભક્ષણ કરેલા માંસાહારથી લાગેલા પાપની શુદ્ધિ કરવા એક વેદીમાં સામસામાં સોળ એ રીતે બત્રીશ પ્રાસાદ બંધાવી તેમાં ૨૪ વર્તમાન તીર્થંકર, ૪ વિરહમાન તીર્થંકર, રોહિણી, સમવસરણ, અશોકવૃક્ષ અને ગુરુપાદુકાની સ્થાપના કરી. પૂર્વે જૈન ધર્મ સ્વીકારતા પહેલાં અર્ણરાજને હરાવવા તેણે ૧૧ વાર મઢેશના દુર્જય ગઢ ઉપર ચડાઈ કરી; હતી પરંતુ તે ગઢની ચારે બાજુએ બળે જન સુધી બાવળ અને બેરડીના વનની દાટ ઝાડી આવેલી હોવાથી તેનાથી તે લઈ શકાય નહીં. તેથી ખેદ પામી એક વખત તેણે વાડ્મટ મંત્રીને પૂછયું કે, “તમારા સાંભળવામાં કોઈ જાગતા દેવ છે કે જેની ઉપાસનાથી શત્રુને તત્કાળ પરાજય થાય.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે, “મહારાજ, અહીં પાટણમયે મારા પિતા શ્રીઉદયનમંત્રીના કલ્યાણાર્થે મેં કરાવેલી દેવકુલિકામાં છાડાશેઠની ભરાવેલી અને શ્રી હેમાચાર્યે પ્રતિષ્ઠા કરેલી શ્રી અજિતનાથની પ્રતિમા છે. તેને મહિમા જગતમાં અતિ અદ્ભુત છે. તેની પૂજા ભક્તિ વડે આપને અવશ્ય વિજય થશે.” રાજા તેને ચમત્કાર જેવા તે મંદીરમાં ગયે અને તે પ્રતિમાની યથાવિધિ પૂજા કરી વિજયયાત્રા કરવા નિકળે. થોડા દિવસમાં વૈરિને પકડી પાછો ફર્યો. માર્ગમાં
રણને મહર અને દુર્ગા પર્વત દીઠે. અનુક્રમે મહોત્સવ પૂર્વક પાટણમાં પ્રવેશ કર્યો. જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી એક વખત શ્રી હેમાચાર્યને વાંદવા ગયે. તે વખત સૂરિ ભીજિતનાથની સ્તુતિ ભણતા હતા. તે સાંભળી તેને તેમની મૂર્તિને પ્રભાવ યાદ આવ્યો અને ગુપ્રત્યે તારણ પર્વતના મહિમાને અધિકાર પૂ. ગુએ કહ્યું કે, “હે ચાલુક્ય, તારણ પર્વત ઉપર અનેક મુનિયે સિદ્ધિપદ પામ્યા છે અને તેથી તેને
૧. આ પર્વત ખેરાલુથી સમારે પાંચ છ ગાઉ છેટે ટીંબા ગામ નજીક છે.
For Private and Personal Use Only