________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ વીસમે.
.
૨૨૯
નારી છે. માટે દેહાદિ નિમિત્ત કાર્યમાં પ્રયત્ન કરનાર પુરૂષે જિન પૂજાના કાર્યમાં અવશ્ય ઉદ્યમ કરે. જે તે ન કરે તો તેને મેહનો ઉદય સમજ. પણ જે પુરૂષ પિતાના કુટુંબ માટે પણ આરંભ ન કરતાં પ્રતિમા વેહેતો હોય તે જિનબિંબ ન કરે. - જિનાગમ કુશાસ્ત્રથી થયેલા સંરકાર રૂ૫ વિષનું સમ્યફ પ્રકારે ઉચ્છેદન કરવામાં મંત્ર સમાન છે. ધર્મ, કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય અને સારાસાર વિગેરેનું વિવેચન કરવામાં હેતુભૂત છે. તે અંધકારમાં દીપક સમાન, સમુદ્રમાં દ્વીપ સમાન અને મરૂદેશમાં કલ્પતરૂ સમાન છે. સંસારમાં તે દુઃખે કરીને પ્રાપ્ત થઈ શકે છે. વીતરાગ સંબંધી નિશ્ચય પણ જિનામના પ્રમાણુથી થાય છે. જિનાગમનું બહુ માન કરનારાને દેવ, ગુરૂ, ધર્મ વિગેરે બહુ માન્ય થાય છે. કેવળજ્ઞાનથી પણ જિનાગમ પ્રમાણુતામાં વધે છે. જુઓ જિનામનું એક જ વચન વેલાતી પુત્ર વિગેરે ભવ્ય જીવોને ભવને નાશ કરવામાં કારણ ભૂત થયું. જેવી રીતે રોગીઓને પથ્ય રોચતું નથી, તેવી રીતે મિથ્યાદૃષ્ટિને જિનવચન રોચતું નથી. પણ સ્વર્ગ અને મોક્ષના માર્ગમાં પ્રકાશ કરવા જિનાગમ વિના કોઈ સમર્થ નથી. માટે સમ્યગ્દષ્ટિએ જિનાગમનું આદરપૂર્વક શ્રવણ કરવું. કહ્યું છે કે, સત્વર કલ્યાણને ભજનારા પુરૂષ ભાવથી જિનવચનનું સેવન કરે છે. બીજા જેમને કર્ણશલને વ્યાધિ હોય છે તેમને તે અમૃત પણ વિષતુલ્ય લાગે છે. આ દુષમ કાળના વશ કરી જિનવચન ઉચ્છિન્નપ્રાય થશે એમ વિચારી ભગવાન નાગાર્જુન અને રકંદિલાચાર્ય જિનાગમ પુસ્તકારૂઢ કરી ગયા છે. માટે ભવ્ય છાએ જિનાગમનું વસ્ત્રાદિથી પૂજન કરવું. જિનાગમ લખાવનાર, તેમનું વ્યાખ્યાન કરનાર, તેમને ભણનાર અને બીજાને ભણાવનાર મનુષ્ય દેવ અને મેક્ષ ગતિને પામે છે. તે દુર્ગતિ, મૂગાપણું, જડતા, અંધતા અને બુદ્ધિહીનતા પામતા નથી. જિનાગમનાં પુસ્તક લખાવનાર અને
૧-૨. જુમો પારિભાષિક કોષ.
For Private and Personal Use Only