________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
શ્રી કુમારપાલ પ્રબંધ,
કેશ બે પ્રકારના હોય છે. સ્થાવર અને જંગમ. તેમાં અમે આપના જંગમ કોશના સ્થાનકે છીએ.” તે સાંભળી કુમારપાળ બેલ્યો કે, “હે શેઠ ! તમારે એમ ન કરવું. એથી તો મારા વ્રતને ભંગ થશે.” એમ કહી તેણે આભડ શેઠને સર્વ રૂપિયા આપ્યા અને એવી રીતે ઘણાં વર્ષ સુધી પિતાને અભિગ્રહ બરોબર પાળે.
એક વખત સૂરિએ રાજર્ષિ કુમારપાળને ઉપદેશ દીધો કે, પાલખીમાં બેસવાની, હાથી ઘોડે ચડવાની, તાંબુલાદિ ખાવાની, માલમતા જમવાની અને મોટા પ્રાસાદો (મહેલે ) માં રહેવાની નવાઈ નથી. કારણ કે, બેવકૂફ માણસે પણ પાલખીમાં બેસે છે, મહાવત તથા રાવત હાથી ઘેડે ચડે છે, નટ અને વિટ પુરુષે તાંબુલાદિ ઉડાવે છે અને હસ્તિ વિગેરે માલદાર ચીજો ખાય છે. મતલબ કે, તેઓ સ્તુતિને પાત્ર નથી. પરંતુ જે કૃતકૃત્ય થયેલે પુરુષ જગતમાં લેકેને ઇચ્છિત દાન આપે છે તે જ સ્તુતિને લાયક છે. દાનમાં પણ અન્નદાન મેટું ફળ આપનાર છે, કારણ કે, તે પ્રાણીઓના પ્રાણ, તેજ, શક્તિ અને સુખરૂપ છે. સંગીત, અભુત રુપ, સુંદર સ્ત્રી, બરાસ, કસ્તુરી, ચંદન, અગર, હાથી, ઘેડા, સુવર્ણ અને રત્નાદિ વસ્તુઓ છે કે પેગ થયે પ્રાણીને સુખ આપે છે તે પણ વિરહમાં તે ભારે દુઃખ કરે છે. માટે સમજુ પુરુષ તત્કાળ પ્રસન્ન કરનારું અમૂલ્ય અન્નદાન આપે છે. તીર્થંકર ભગવાન પણ અન્નદાતા આગળ હાથ પસારે છે. બીજું અનુકં. પાથી આપવાના દાનમાં યાત્રાપાત્ર જેવાતો નથી. પણ ધર્મમાં આલંબનની બુદ્ધિથી આપવાના દાનમાં પાત્ર જેવાની જરૂર છે. પાત્ર ત્રણ પ્રકારનાં છે. તેમાં ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને જૈવન્ય પાત્ર વિરતિ સમ્યગ્દષ્ટિ ગણાય છે. કહ્યું છે કે, હજાર મિથ્યાદૃષ્ટિમાં એક અણુવ્રતી સારો, હજાર અણુવ્રતીમાં એક મહાવ્રતી સારે અને હજાર મહાવ્રતીમાં એક તત્વજ્ઞાની સાર.
૧. કનિષ. ૨. જેણે એકે વ્રત લીધું નથી એવો સમકિતી.
For Private and Personal Use Only