________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૮
બન્ને સામાયિક વસ્ત્ર તપાસી અને ભૂમિ પ્રમાજીને શુદ્ધ સમાચાર રી પૂર્વક કરત. એક પાસે રાગ રૂપી મહાસાગર અને એક પાસે ટ્રેષરૂપી દાવાનળ એ બેની વચમને માર્ગ તે સામ્ય અથવા સમતા કહેવાય છે. એ સમતાપી અમૃતના આસ્વાદમાં રક્ત આત્માવાળે અને અંગ ગોપવવામાં ઉદ્યમવંત રાજા એ પ્રમાણે સામાયિકમાં તત્પર રહેતો.
૧૧. પાષધોપવાસ વ્રત–કુમારપાળ હમેશ પર્વતિથિમાં પિષધ લેતે અને તે દિવસે ઉપવાસ કરી રાત્રે બિલકુલ સૂતે નહીં. ગુને વંદન કરવામાં તત્પર રહેતો. ઉઘાડે મુખે બોલતે નહીં. પ્રમાર્જન કર્યા વગર ચાલતું નહીં. ઘણી વખત કાર્યોત્સર્ગમાં રહેતો, અને તેમ ન બને ત્યારે દર્ભના આસન ઉપર બેસી પ્રાણાયામ કરતે. આ દેહમાં બે નેત્ર, બે કાન, નાસિકાને અગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાલ અને ભ્રકુટી એ નિર્મળ બુદ્ધિવાળાઓને ધ્યાન કરવાનાં સ્થાન બતાવેલાં છે. રાજગીંદ્ર એમાંના કેઈ પણ એક સ્થાન ઉપર વિષય રહિત નિશ્ચળ ચિત્ત રાખી એક આસનમાં જ રહે . એ પ્રકારે દેહ અને ઉપધિ વિગેરેમાં મૂછ રહિત તે રાજા સર્વ પર્વના દહાડામાં નિયમપૂર્વક પિષધ
લેતે.
૧૨ અતિથિસંવિભાગ–કુમારપાળે પિતાના રાજ્યની અંદરના શ્રાવ પાસેથી લેવાત બહેતર લાખ રૂપિઆને વાર્ષિક કર બંધ કર્યો. તુટી ગયેલા પ્રત્યેક સધર્મક આશ્રય માગવા આથી એક હજાર દીનાર આપવાની આભડશેઠને ભલામણ કરી. ગુરુ મહારાજને પણ નાગાભૂખ્યા શ્રાવક જણાય તેની પિતાને ખબર આપવા વિનંતી કરી. પછી વર્ષે દહાડે આંકડો મંગાવે તે એક કરોડ રૂપિયાને આવ્યું. રાજાએ તેટલા રૂપિયા આભડ શેઠને આપવા માંડ્યા તે લેવાની ના પાડી તેમણે કહ્યું કે, “મહારાજ !
૧. અવળાથી જીવજંતુ વિગેરે દૂર કરી. ૨. વિધિ. ૩. વસ્ત્રાદિ.
For Private and Personal Use Only