________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણીસમે.
૨૧૭
દેવની આગળ ધરાવ્યા પછી ફલ, પુષ્પ, પત્ર અને અહારાદિ સર્વ વસ્તુઓ વાપરવાને અભિગ્રહ કર્યો. સચિત્તમાં ફક્ત નાગરવેલનાં આઠ બીડાં દરરોજને માટે રાખ્યાં. રાત્રે ચારે અહાર લેવાને ત્યાગ કર્યો. જેમાસાની અંદર ફક્ત ધી વિગય કશું રાખ્યું. લીલાં સર્વ શાક ખાવાની બાધા કરી. તપના પારણા અને ઉત્તર પારણાના દિવસે વજી બીજા દિવસે માં નિરંતર એક ભુતા કરવાનો નિયમ લીધે. હમેશ દહાડે બ્રહ્મચર્ય પાળવાને અને પર્વતિથિમાં અબ્રહ્મ, સૈચિત્ત તથા વિગયો ત્યાગ કરવાને સંકલ્પ કર્યો. એ રીતે સર્વ ભેગ અને ઉપભેગમાં નિસ્પૃહ છતાં કુમારપાળ રાજહિંએ રાજધર્મદિને આધીન રહેવાથી પરિમિત અને નિરવઘ ભેગેપગ વિગેરે વાપર્યા.
એક વખત ઘેબર જમતાં જમતાં કંઈક વિચાર આવવાથી તે એકદમ જમવાનું પડતું મૂકી સ્વચ્છ થઈને ધર્મશાળામાં આવે; અને ગુરુને નમસ્કાર કરી પૂછયું કે, “મહારાજ, અમને ઘેબર કહ્યું કે નહીં ?'
હેમાચાર્ય કહ્યું કે, “વાણિયા બ્રાહ્મણ ઘેબર વાપરે પરંતુ અભક્ષ્યના નિયમવાળે ક્ષત્રિય ન વાપરે. કારણ કે, તે ખાધાથી ક્ષત્રિયને માંસાહારનું સ્મરણ થાય છે.”
રાજ બે, “મહારાજ ! આજે મને તેજ અનુભવ થે હતે; પણ આપે શી રીતે જાણું ? ”
હેમાચાર્યે કહ્યું કે, “શ્રીજિનાગમથી સર્વ પ્રકારને બંધ થાય છે.”
એ સાંભળી રાજાને શ્રીજિનાગમ ઉપર બહુ આદર થયે અને તેણે સર્વ શ્રીસંઘની સમક્ષ ઘેબર ખાનાં પચ્ચખાણ કરી
૧. સ્ત્રીસ ભેગ. ૨. ચેતનાયુક્ત પદાર્થ લીલી વનસ્પતી અને કાચું પાણી વિગેરે.
For Private and Personal Use Only