________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
આજ્ઞા અને વાંછા છે કે બળથી અથવા છળથી હરેક પ્રકારે પ્રાણીનું રક્ષણ કરાવવું. મારા કહેવા પ્રમાણે કરવાથી તમને પણ પુણ્ય થશે.”
શકેંદ્ર સમજે કે અહીંથી બીજી રીતે ટાય તેમ નથી અને એ બળિયા આગળ આપણું કંઈ ચાલે તેમ નથી, એમ વિચાર કરી તેણે કુમારપાળનું વચન માન્ય રાખ્યું.
પછી પોતે અતિશયવાળો રાજા છે એમ જણાવવા કુમારપાળ તેને પિતાના મહેલમાં લઈ ગયે અને અનેક પ્રકારે સત્કાર આપ્યો. ત્યારપછી તેને જીવદયાના સંબંધમાં શિક્ષા આપી પિતાના કેટલાક આપ્તજનોને હુકમ કરી તેમની સાથે સ્વસ્થાનકે એટલે સૈન્યના પડાવમાં પહોંચાડ્યો. ત્યાંથી તેઓ તેની સાથે ધિજની ગયા અને ત્યાં છ મહિના સુધી જીવરક્ષા પળાવી પાછા ફર્યા. વિદાયગીરીમાં શત્રે ઘોડા વિગેરેની ભેટ આપી, તે લાવી કુમારપાળને અર્પણપૂર્વક આનંદિત કર્યો.
ईदृग्जगद्गुरुः शक्तिभुक्तिमुक्तिपदायकः ॥ રં તવ્રતો રાના શ્રાદ્ધ: છે જે ત: ? /
શક્તિ, ભક્તિ અને મુક્તિના આપનાર આવા જગ અને આવા દૃઢતી શ્રાવક રાજા કલિકાળમાં ક્યાંથી હોય?
એ પ્રકારે સર્વ નરેદ્રો અને મુનીદ્રો જેની સ્તુતિ કરતા હતા એવા કુમાર ભૂમિપતિએ સેંકડે કષ્ટ પડે છતે છઠું વ્રત શુદ્ધ રીતે પાળ્યું.
૭ ગોપભેગનું પરિમાણ—કુમારપાળ રાજર્ષિએ ભેજનની અંદર માંસ, મધ, મધ અને માખણ વિગેરે બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંત કાય વિગેરેનો નિયમ રેગાદિ મહાકષ્ટને પણ આગાર રાખ્યા સિવાય લીધે. દેવપૂજાના અવસરે
૧ છુટ,
For Private and Personal Use Only