________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૩
એક મેકેડો વળગે. તેને સેવકે ખસેડવા મંડ્યા ત્યારે કુમારપાલે તે જીવને અસમાધિ ન થાય એટલા સારૂ પિતાની ચામડી સાથે તેને દૂર મૂકા. એ વિગેરે કેટલું લખું ? તેની સખ્ત આજ્ઞાને લીધે દાઈ જગાએ “મારી” એવા અક્ષરનું ઉચ્ચારણ પણ થતું બંધ પડ્યું. તે ધર્માત્માએ ધર્મનું જીવિત એક દયાજ છે એમ સારી રીતે સમજી પોતે દયાત્રત અંગીકાર કર્યું અને સર્વ જગતને દયામય કરી નાખ્યું. તેના અપાર મહિમાના વર્ણનમાં રિફત તેની સ્તુતિનું એક કાવ્ય આ સ્થળે ટાંકું છું.
शार्दूलविक्रीडितम्. स्वर्ग न क्षितिमंडले न वडवावक्त्रे न लेभे स्थिति । त्रैलोक्यैकहितप्रदापि विधुरा दीना दया या चिरम् ।। चौलुक्येन कुमारप लविभुना प्रत्यक्षमावासिता । निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ॥ १ ॥
ત્રણ લેકના એક હિતનેજ કરનારી જે દુઃખી આરી દયાને ચિરકાળ સુધી સ્વર્ગમાં, ભૂમંડળમાં અને વડવાના મુખમાં સ્થિતિ મળી નહોતી તે દયાને ચૌલુક્ય કુમારપાલ રાજાએ પોતાના મન રૂપી ઉત્તમ સ્થાનમાં નિર્ભયપણે પ્રત્યક્ષ રાખી માટે એ રાજપને કોની ઉપમા આપીએ ?”
૨ અસત્યત્યાગ—એ સંબંધમાં તેણે એવી પ્રતિજ્ઞા કરી કે, “પ્રિય, નિપુણ અને પરિમિત ઇત્યાદિ પ્રકારે આગમને અનુસારે વચન બોલવું. મિત્ર સાથે સત્ય, સ્ત્રી સાથે પ્રિય, શત્રુ સાથે પ્રિય મિત્ર અસત્ય અને ગુરુ સાથે પ્રશસ્ય અને અનુકુલ બોલવું એ જે વ્યવહાર માર્ગ છે તેને પણ તે વળગી રહ્યું નહીં. અકમાતુ કોઈ પ્રકારે અસત્ય બોલવામાં આવે તે માટે વિશેષ
૧. સારું.
For Private and Personal Use Only