________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪
શ્રી કુમારપાલે પ્રબંધ.
તપ કરવાનો નિયમ રાખે. આથી તેમાં તે યુધિષ્ઠિરની પ્રતિછાને પામ્યા. કહ્યું છે કે –
सर्वासत्यपरित्यागान्मृष्टेष्टवचनामृतैः ।
जीयात्कुमारभूपाल : सत्यवाचा युधिष्ठिर : ॥ १ ॥ “સર્વ અસત્યના ત્યાગેકરી સત્ય અને ઈષ્ટ વચન બોલવા થકી સત્ય વાણીના સંબંધે યુધિષ્ઠિર સમાન કુમારપાલ રાજા જયવંતા વર્ત.'
૩. અદત્તગ્રહણત્યાગ.-મૂર્ણ રાજાઓની જેમ નિ:પુત્રીઆનું ધન તેમની સ્ત્રીઓ રડતાં છતાં લેવાનું અને તેમના પુત્ર થવાનું તે સંતોષી રાજાએ ધિક્કારી કાઢી વાર્ષિક બહોતેર લાખ જેટલી ઉપજનો ત્યાગ કર્યો. વળી તેણે ધારાશાસ્ત્રમાંથી પણ તે સંબંધીની કલમ કાઢી નાખી અઢારે દેશમાં ઢંઢેરો પીટાવ્યો કે,
ધણી મરી જવાથી રડતી સ્ત્રીને ઘાના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દય રાજાઓ બંધ કરી શક્યા નથી તેને પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્ર મર્યાદિત પૃથ્વીને રાજા કુમારપાલ ત્યાગ કરે છે.”
એક વખત તે સભામાં વિરાજમાન હતું તેવામાં પ્રતિહારે આવી વિનંતી કરી કે, “મહારાજ ! દ્વાર આગળ મહાજનના ચાર શેઠિયા આપના દર્શનની ઈચ્છાથી રાહ જુએ છે.” કુમારપાલે આજ્ઞા કરી કે, “તેમને જલદીથી અંદર પ્રવેશ કરાવ” પ્રતિહાર તેમને અંદર તેડી લાગે એટલે તેઓ નભરકાર કરી આપેલા આસન પર બેઠા. પછી રાજાએ તેમને પૂછયું કે, “આજે સભામાં પધારવું કેમ થયું? આપને ચહેરો ઉતરી ગયેલે કેમ લાગે છે ? શું કઈ પરાભવ, અસમાધિ અથવા ઉપદ્રવ થયો છે.”
મહાજન-“મહારાજ, આપ પૃથ્વીનું પાલન કરે છે તે પ્રજા જનેને પરભર અથવા અસમાધિને સંભવ કેમ થાય ? સૂર્ય પ્રકા
For Private and Personal Use Only