________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૧ . ~ ~~ ~ ~-~~-~----- “આ બાર વ્રતનું સેવન, હે કુમારપાલ, મેક્ષાથી પુરુષો કામદેવાદિની પેઠે કરે છે. કારણ કે, એક એક વ્રતને પણ ધારણ કરના અનંત સુખના ભાજન થાય છે, તે સર્વ વ્રત ધારણ કરનારા મુક્તિના નાયક થાય છે એ નિ:સંશય છે.”
એ પ્રમાણે ગુરૂથીના મુખથી શુદ્ધ ધર્મના માર્ગ સાંભળી કર્મનું દળણ કરવામાં એકચિત્ત અને બુદ્ધિશાળી કુમારપાલ સમ્યકન્ડમૂળ બાર વ્રત પાળવામાં સાવધાન થઈ શ્રદ્ધાળુઓને મુકુટમણિ થયે. * માટે હવે દરેક વ્રતના સંબધે તેના પરાક્રમનું વર્ણન કરૂં છું.
૧ અહિંસાત્યાગ–કુમારપાલે કર્ણાટક, ગુજરાત, કેક, રા, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દ્વીપ અને ભીર એ આદિ પિતાની આણું માનનારા અઢાર દેશમાં અમરપડે વજડાવી કાશી . * ગ્રંથાંતર સૂરિ-હે નરેદ્ર, તને આ બાર તે નિરતિચાર (દોષરહિત) થાઓ.
રાજા- હે ભગવન, તમે મારા ઉપર માટે અનુગ્રહ કર્યો. મેરૂ પર્વતની પેઠે દહ દિખે પાળી શકાય એવાં] પાંચ મહા વ્રતોને જે ધારણ કરે છે તે દુષ્કર કરે છે. માટે હું તેમને વાંદુ છું. જેઓ પરિમિત પરિગ્રહનો આરંભ રાખીને આ બાર વ્રત પાળવાને સમર્થ થાય છે તેઓ પણ કોને લાધ્ય નથી.
સૂરિ-પૂર્વે કામદેવાદિ શ્રાવકો થઈ ગયા. તેમણે આ બાર વ્રત પણે પાળ્યાં હતાં. હાલમાં તે આ નગર મધ્યે છડા નામે મોટે ગૃહસ્થી શેઠિો છે, તેને પરિમિત પરિગ્રહ છે અને તે પાપરહિત વ્યાપાર કરે છે. વળી તે નવ તત્વને જાણકાર, સંતોષમાં તત્પર અને વિવેકરૂપી રનને ભંડાર છે. તે દેવ ગુરૂ અને ધર્મના કાર્યમાં પિતાનું પુષ્કળ દ્રવ્ય વાપરે છે, અને અમારી પાસે પૂર્વે ગ્રહણ કરેલાં બાર વ્રત ભાવથકી નિરતિચારપણે પાળે છે,
રજ–અહે મહારાજ, એ માટે શેઠિયો હોવાથી મને શૈરવ કરવા યોગ્ય છે, અને હવે તે સાધમાં હોવાથી બંધુની પેઠે વિશેષ ગૌરવ કરવા લાયક થે. હે ભગવન, હું પણ રાજાને યોગ્ય બાર પ્રકારને શ્રાવક ધર્મ પાળીશ. (શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરીશ.)
સૂરિ–હે રાજન, તુજ પુણ્યશાળી છે જે આવાં બાર શ્રત પાળવાનું મન કરે છે. ઇત્યાદિ.
For Private and Personal Use Only