________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
સાવધ વ્યાપરને ત્યાગ કરે તેને ભવરૂપી રોગના ઔષધ સમાન પિષધ નામનું ત્રીજું શિક્ષાત્રત કહે છે. એ વ્રતનું સેવન કરવાથી બીજાં અગીઆર વ્રતો સમ્યક પ્રકારે પળાય છે. એ વ્રત પાપાશ્રવને નિરોધ કરવામાં હેતુભૂત છે અને મહાફળને આપનાર છે. પિષધવ્રતનું વિધિ પ્રમાણે સેવન કરવામાં જેટલે કાળ જાય તેટલે કાળ વિદ્વાને ચારિત્રમાં ગણે છે.”
૧૨. અતિથિસંવિભાગ –જે મહાત્મા સર્વ તિથિ અને પત્સવને ત્યાગ કરે છે તે અતિથિ અને બાકીના અભ્યાગત જાણવા. અતિથિને ન્યાયપાર્જિત તૈયાર અન્ન, પાન, આશ્રમ, વસ્ત્ર અને પાત્રાદિ વસ્તુનું દેશકાળના વિચારપૂર્વક શ્રદ્ધા અને સત્કાર સાથે જે દાન કરવું તે અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાત્રત કહેવાય છે. કેટલાક ભાગ્યશાળી પુરૂષ પ્રાચે બેંતાળીશ દોષ રહિત તૈયાર કરેલી અને પિતાની મેતે આણેલી પાણી અને ભજન વિગેરેની અચિત્ત વસ્તુઓ વડે અવસરે ઘેર પધારેલા સાધુસમુદાયને
અસાધારણ શ્રદ્ધાથી સાવધાનપણે સત્કાર કરે છે. ધૈર્યવંત અને ભક્ત વર્તનારા સુશ્રાવકે મુનિરાજને કલ્પે એ પદાર્થ કિંચિત પણ આપ્યા વગર કઈ અવસરે વાપરે નહીં. કારણ, જેમ જ્ઞાનાદિ રત્નત્રયીના વેગથી કાલક્ષેપ વગર મોક્ષ મળે છે તેમ નિર્મલ મનવાળા પાત્રમાં ધન પડવાથી પણ મિક્ષસુખ પ્રાપ્ત થાય છે. પરંતુ રાજપિંડ યતિને કહ્યું નહીં તેથી રાજાઓને એ વ્રતને અસંભવ છે. પ્રથમ અને ચરમ તીર્થંકારના સાધુઓને રાજપિંડ અને શી ઇચ્છા છે એમ કહી આપવા માંડેલા અહારાદિક ન કલ્પે એવું આગમનું વચન છે. માટે તમારે દેશવિરતિ અને અવિરતિ સમ્યદૃષ્ટિ શ્રાવકોનું ધર્મમાં સ્થિર કરવાના હેતુથી પિષણ કરવું ઉચિત છે. પૂર્વે શ્રીગષભદેવ સ્વામીએ રાજપિંડ નિષેધ કર્યો ત્યારે ભારત વૃક્રવર્તીએ પણ સાધર્મિકવાત્સલ્ય કર્યું હતું.”
For Private and Personal Use Only