________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એગણીસમે.
૧૯૯
પુરૂષને એક મુહૂર્ત સમતામાં રહેવાથી સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત થાય છે. આગમમાં કહ્યું છે કે, સર્વ સાવધે વ્યાપારને ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિએ કરી ગુપ્ત, છકાયની રક્ષા કરનાર, ઉપગવાળો અને યતના કરનારો આત્મા સામાયિકમાં રહ્યા કહેવાય. આત્મા જ્યારે બીજાને પિતાના સરખા ગણ દુઃખ ન કરે, રાગદ્વેષથી મધ્યસ્થ રહે અને જ્ઞાનાદિ ત્રિકના લાભની પુષ્ટિ કરે ત્યારે તેને ભાવ સામાયિક થાય.”
૧૦. દેશાવકાશિક વ્રત–દિગ્દતમાં કરેલા પરિમાણમાંથી દિવસે અથવા રાત્રે જે કમી કરવું તેને પુણ્યના કારણભુત દેશાવિકાશિક નામનું બીજું શિક્ષાત્રત કહે છે. ઉપલક્ષણથી પ્રહરાદિ સુધી પણ જયાં ત્યાં આરંભનો ત્યાગ કરવા રૂપ દેશાવકાશિક વ્રત ગ્રહણ કરાય છે. દિગ્ગતમાં ઘણું જન છૂટા રાખેલા હેય તેમને દેશાવકાશિકમાં ઘણા ભાગે કમી કરી નાખે. જેમ ગારૂડી દૃષ્ટિવિષ સર્ષના બાર એજનના દૃષ્ટિવિષયને કમી કરી દેજનમાત્રમાં લાવી મૂકે છે અથવા જેમ ઔષધ શરીરમાં વ્યાપેલા વિષયને આંગળી વિગેરેમાં લાવી મૂકે છે તેમ વિવેકી પુરૂષ દિવ્રતના પરિમાણને દરરોજ ઓછું કરે અને એ જ પ્રમાણે બીજા વ્રતના પરિમાણમાં પણ દિવસે અથવા રાત્રે ન્યૂનતા કરે. જેમકે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વ્યસજીની હિંસા દેશથી અથવા સર્વથા વજે. રાગદ્વેષથી દૂષિત અસત્ય ન બોલે. વિશેષ કરી. ગૃહકાર્ય સંબંધી ન બોલે અને ધર્મ સંબંધી બેલવામાં પ્રમાણ કરે. કંઈ પણ ભજન અથવા ધન કેઈન આપ્યા વગર ગ્રહણ ન કરે. ઇત્યાદિ પ્રકારે સર્વ વ્રતોમાં સમજવું.”
૧૧. પિષધોપવાસ વ્રત –અષ્ટમી ચતુર્દશી એ આદિ પતિથિયોમાં સર્વ પ્રકારના અહાર, અંગસત્કાર, અબ્રહ્મ અને
૧, અંશત:
For Private and Personal Use Only