________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી કુમારપાલે પ્રબંધ.
ભાગ ૧૯ મો.
ધર્મનું સેવન અને બાર વ્રતનું ગ્રહણ,
એક વખત શ્રી હેમાચાર્યે કુમારપાળને ઉપદેશ કર્યો કે, “પૂર્વે રાજગૃહ નગરમાં શ્રાવકેના અગ્રેસર શ્રીશ્રેણિકનામે રાજા થઈ ગયા. તે નિરંતર સદ્ભાવથી સેનાના એકસે આઠ જવ વડે શ્રીજિનેશ્વરની ત્રિકાલપૂજા કરતા હતા. તેમ કરવાથી તેમણે પિતાના સમ્યકત્વને શેરભાવી કર્મમલને દૂર કરનાર તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. દ્વારિકા નગરીમાં અર્ધચક્રી શ્રીકૃષ્ણવાસુદેવ પૂર્વે રાજય કરતા હતા. તેમણે અનેક મુનિયોથી પરિવૃત શ્રીમિતીર્થકરને વાંદી ક્ષયિક સમ્યકત્વ અને તીર્થંકર ગોત્ર ઉપાર્જન કરી સાતમીને બદલે જેથી નરકનું આયુ બાંધ્યું હતું. શ્રેયાંસ, સુદર્શન, અષભદેવ અને ભરત ચક્રવર્તી એમણે દાન, શીલ, તપ અને ભાવનાને અભ્યાસ કરી અને કામદેવે ધર્મ કાર્યમાં ચિત્ત સ્થિર રાખી રવકાર્ય સાધ્યું હતું. હે નિર્મલ બુદ્દે કુમારપાળ ! તમે પણ તે સર્વેનું અનુકરણ કરી અરિહંતદેવની પૂજા કરે, ગુરૂને વદે, ઉનશીલતપભાવનાને અભ્યાસ રાખો અને ધર્મકાર્યમાં ચિત્ત સ્થિર કરે.”
સુબુદ્ધિને સ્વામી કુમારપાલ એ ઉપદેશ સાંભળી નિરંતર ત્રિકાળ જિનપૂજા કરવામાં તત્પર થશે. સવારે અને સાંજે અષ્ટ દ્રવ્યો વડે ગૃહ ચિત્યમાં પૂજા કરી અને બારે મોટા ઠાઠમાઠથી, સર્વ પ્રકારની અદ્ધિ સામત તથા વ્યવહારીઆના પરિવાર સાથે, વાત્રિના નાદવડે આકાશને ગર્જાવતાં મહા ચૈત્યમાં જઈ આદરપૂર વિક મહા સ્નાન કરી સર્વ દ્રવ્ય વડે શ્રીજિનેશ્વરને પૂછ તેણે જૈનશાસનની ઘણું ઉન્નતિ કરી.
૧. શક દેવ ગુરૂ અને ધર્મની અવિનાશી શ્રી.
For Private and Personal Use Only