________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમા.
એક વખત જિનપૂજામાં સાવધાન તે વિવિધ પ્રકારનાં ફુલોથી અંગ પૂજા રચી આરતી વખતે પ્રભુ સન્મુખ ઉભા રહ્યા. તે વખતે પરમ ભક્ત એવા તેને તે સારી થયેલી પૂજા પણ સારા રંગનાં ખીલેલાં અને વિચિત્ર ભાતનાં સર્વ ઋતુ સંબંધી ફુલોના સ ંચાગના અભાવે શાભાં આપનારી ન લાગી. તે વારવાર જોતા અને મનમાં અત્યંત ખેદ ધરતા વિચારવા લાગ્યા કે, “ મેં આ ચંદ્રના જેવી શાલા વાળું મહા ચૈત્ય ઉમંગભેર બંધાવ્યું, પરંતુ સર્વ ઋતુના ફુલોથી જિનપૂજા નહીં બનવાથી મને જે અત્યંત હર્ષ થયા હતા તે નિષ્ફળ ગયા. જેમને સર્વ ઋતુના પુષ્પ કરી પરિપૂર્ણ અનેક ખાગ હતા તે સર્વ ઋદ્ધિ વડે જિનપૂજન કરનારા ચક્રવર્તી વિગેરેને ધન્ય છે. પણ મારે એવા સર્વ ઋતુના ફુલવાળા એકે ભાગ નથી માટે હું તા અધન્યમાં શિમણિ નામનો રાજાજી. વળી ઇચ્છા મુજખ ફુલની પુજા કરવાને પણ સમર્થ નથી તેથી હું લેાકેામાં ઉદર ભરનારા નામનાજ શ્રદ્ધાળુ છું. એક વખત કાર્યસિદ્ધિ સારૂ જીવિત છેાડવું ઉચિત છે. ઉત્તમ પ્રકારની પૂજાની સિદ્ધિ સારૂ છેડેલું જીવિત પણ લાકમાં પ્રશંસા પામશે.” એવી શાકની ઉછળતી લહેરામાં ચિત્ત સ્વસ્થ ન હોવાથી રાજાએ આરતી મગળ દીવા પણ ન ઉતાર્યા. તેની એવી એકાંતિક ખરી ભિત વડે મન હરણ થવાથી શાસનદેવીએ આકાશવાણી કરી કે, “ હૈજગત્પ્રેષ્ઠ ચાલુક્યું, તું મનમાં ખેદ મા કર. જો તું આ પ્રમાણે જિનેશ્વરની પૂજાના વિશેષ રાગવાળા પૂજાની સિદ્ધિ સારૂ પ્રાણ આપવાને તૈયાર થયા છે તા જગતમાં તારા સમાન બીજો કા રાજા માન્ય કરવા લાયક છે ? હે ગુણી જનને આનંદ સુખ અને કલ્યા છુ આપનાર, સંસારને જીતનાર, દયાળુ ચાલુક્યચંદ્ર ! તું ચિરંજીવી રહે. હમણાં અહીં આગળજ શ્રીજિનેદ્રની કૃપાથી નંદનવનની લીલાવાનું પ્રફુલ્લિત એક દિવ્ય વન થશે. ” એમ કહી શાસન દેવી અંતરભૂત થઈ ગઈ. પછી રાજા પૂર્ણ હલ્લાસથી પૂજા પરવારી પેાતાના મહેલે ગયે. ત્યાં તેની પાછળ તે દિવ્ય વન પણ આવ્યુ.
૫
For Private and Personal Use Only
૧૯૩
7468