________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
ત્યાં સેંધવી દેવીને વશ કરવા શ્રીહેમાચાર્યો કેસ કર્યો. ત્યારે દેવીએ જિહાકર્ષણ વિગેરે ઉપસર્ગો કરવા માંડ્યા. તે જોઈ યશચંદ્ર ગણિએ ખાણિયામાં ડાંગરના ચેખા નાખી સાંબેલાના પ્રહાર કર્યા. તેમાં પહેલા પ્રહારે તે દેવીને પ્રાસાદ કંપી ઉઠયો અને બીજા પ્રહારે તે દેવીની મૂર્તિ સ્થાનભ્રષ્ટ થઈ સૂરિને પગે પડી કાલાવાલા કરવા લાગી કે, “હે સ્વામિન! વજના જેવા પ્રહારથી મારું રક્ષણ કરો.” એ રીતે નિદૉષ વિદ્યાના બળથી સેંધવી દેવી જેમની આગેવાન હતી તે મિથ્યાદષ્ટિ દેવીઓના દેષને નિવારી શ્રી માચાર્ય શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદમાં જઈ સ્તુતિ કરી કે,
संसारार्णसेतवः शिवपयःप्रस्थानदीपांकुरा । विश्वालंबनयष्टयः परमतव्यामोहकेतूद्गमाः ॥ किं वास्माकं मनोमतं गनदृढालानैकलीलाजुष । स्वायतां नखरश्मयश्चरणयोः श्रीसुव्रतस्वामिनः ॥ १॥
“સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સેતુ સમાન, મોક્ષમાર્ગે જનારને દીપસમાન, જગન્માત્રને આલંબન કરવાને યષ્ટિકાસમાન, પરમત સંબધી વાહને નાશ કરવાને અરૂણોદય સમાન અને અમારા મનરૂપી સન્મત્ત હાથીઓને બાંધવા સારૂ મજબૂત સ્તંભ સમાન શ્રીસુવ્રતસ્વામી દેવના ચરણનખનાં કિરણે પ્રાણિએનું રક્ષણ કરો.'
એ પ્રકારે શ્રીનિંદ્રની ઉપાસના કરી આમભટને માથે પાણી ઘલાવી હુશિયાર કરી તે મુનિ જેમ આવ્યા હતા તેમ ગયા.
૧. કાઉસગ્ગ (શરીરને ત્યાગ). શારીરના હાલવા ચાલવા રૂ૫ વ્યાપારને ત્યાગ કરી અરિહંતાદિ ઈષ્ટદેવના મંત્રનું ધ્યાન કરવું તેને જેનો કાઉસગ્ન કર કહે છે.
૨. અડચણ, વિનો.
For Private and Personal Use Only