________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતર.
૧૮૭
શ્રી મુનિસુવ્રત સ્વામીની આગળ મંગળ દી કરતા દેવેંદ્ર અને નરેંદ્ર જેમની સ્તુતિ કરે છે એવા ત્રણ લેકના નાથ શ્રી તીર્થંકર દેવના ગુણનું ઉત્કીર્તન કરનાર યાચકવર્ગને જેણે ત્રીસ લાખ દાનમાં આપ્યા, તે દાનવીરોને અગ્રણી શ્રીમાન્ આમદેવ જગતમાં વિજયવંતે વર્તે. ” આમ્રભટે તે કવિને એક લાખ ધામ બક્ષીસ આપ્યાં. પછી ચૈત્યવંદનપૂર્વક ગુરૂને પગે લાગી સર્વ સાધમભાઈઓને નમરકાર કરી તેણે ઉતાવળે રાજા પાસે જઈ પિતાને બળાત્કારે આરતી ઉતરાવવાનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું કે, “ જેમ કોઈ જુવારી જુગટાના ચડસમાં પોતાનું માથું પણ હારી જાય તેમ તે વખતે તમે પણ દાનરસના આવેશમાં એટલાબધા આવેલા હતા કે જે કેઈ યાચકે તમારું માથું માગ્યું હેત તે તમે તે પણ દેત. શ્રી હેમાચાર્ય મહારાજ પણ, તે લેbોત્તર ચરિત્ર તેમના હૃદયનું હરણ કરી લીધાથી, મનુષ્યની સ્તુતિ નહીં કરવાને પિતાને નિયમ વિસરી જઈ બેલ્યા કે,
किं कृतेन न यत्र त्वं यत्र त्वं किमसौ कलिः ।
कलौ चेद्भवतो जन्म कलिरस्तु कृतेन किम् ॥१॥ “હે આમ્રભટ, જે યુગમાં તમે નથી તે કૃતયુગ શા કામને અને જે યુગમાં તમે છો તેને કલિયુગ પણ કેમ કહેવાય? જે કલિયુગમાં તમારે જન્મ છે તે અમને તે કલિયુગજ રહે. કૃતયુગને શું કરે છે?' એ પ્રમાણે આઝભટના ઉત્તમોત્તમ ધર્મકાર્યની અનુમોદના કરી રાજગુરૂ અને રાજર્ષિ પાટણ વિદાય થયા. * પછી કેટલે દિવસે મહાત્મા આદ્મભટને દેવીના દોષથી અચાનક અંતકાળ જેવું થઈ ગયું. તેની ખબર મળતાં તેને પ્રાસાદના શિખર ઉપર નૃત્ય કરતાં મિથ્યાદૃષ્ટિ દેવીઓને દોષ થયો છે એવો નિર્ણય કરી શ્રીહેમાચાર્ય યશશ્ચંદ્ર નામના સાધુ સાથે તત્કાળ સંધ્યા વખતે આકાશ માર્ગે આંખમીંચકારામાં ભરૂચ નજીક આવ્યા.
For Private and Personal Use Only