________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતરમે.
૧૭૯
કે તેમને હું ધૂળધોયા કરતાં પણ વધારે અધમ માનું છું. રાજાના પાપમય વ્યાપારથી મેળવેલી લક્ષ્મીને જો તેના અધિકારીઓ તીર્થ દિપર લઈ જઈ કૃતાર્થ ન કરે તે તેને શું ઉપગ ? જયારે હું લક્ષ્મીના પ્રભાવથી આવા ઉંચ સ્થાન પર આવે ત્યારે મારે પણ તેને તીર્થરૂપ ઉંચા સ્થાનકે પમાડવી જોઈએ.”
એમ વિચારી તેણે છીદ્ધાર કરવાની ઈચ્છા રાખી શ્રીદેવના ચરણકમળ આગળ જયાં સુધી જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય, એકભક્ત, ભૂશયન અને તાંબૂલત્યાગ વિગેરે બદ્દલ અભિગ્રહો લીધા. ત્યાંથી ઉતરી પિતાના સન્યનો પડાવ હવે ત્યાં આવ્યું. ત્યાં શત્રુ સાથે સંગ્રામ ચાલતાં પોતાના સૈનિકો ભાગી ગયા તો પણ તે સંગ્રામસિક ઉદયને વરી સૈન્યનું વિદારણ કર્યું અને રિપુના પ્રહારથી જર્જરિત છતાં પિતાના બાણથી સમરને મારી તેના પુત્રને ગાદી ઉપર બેસાડ્યો. પછી તેની રાજલક્ષ્મી લેઈ પાછા વળતાં માર્ગમાં વરીએ મારેલા પ્રહારની વેદનાથી તેની આંખો મીચાઈ ગઈ અને મૂછ ખાઈ નીચે પડ્યો. થોડી વારે પવનાદિ ઉપચારેથી ભાન આવતાં કરૂણાસ્વરે રૂદન કરવા લાગ્યું. તેનું કારણ પૂછતાં તેણે સામંતોને જણાવ્યું કે, “મારા મનમાં આ ચાર શિલ્ય રહી જાય છે. ૧ એબડને દંડનાયક નીમવાનું, ૨ શ્રી શત્રુંજય પર પાષાણમય દેવળ કરાવવાનું, ૩ શ્રીગિરિનારપર નવીન પાળ બંધાવવાનું અને ૪ નિયામક ગુરૂ વિના મરવાનું.” સામંતોએ કહ્યું કે, “ પહેલાં ત્રણ તે આપને પુત્ર બાહડ કરાવશે, તેને માટે અમારી ખાત્રી છે અને આરાધન સારૂ સાધુ મહારાજની શોધમાં છીએ.”
પછી તેમણે કઈ વઠને સાધુને વેગ આપી આ સુગુરૂ છે, એમ કહી મંત્રી આગળ રજુ કર્યો. મંત્રીએ તેને શ્રીગૌતમસ્વામીની પેઠે વંદન કરી, સર્વ જેને ક્ષમાવી, પાપની નિંદા અને અગણ્ય પુણ્યની અનુમોદના કરી અને સમ્યકત્વને તેમાં લાગેલા દે ને
૧, સાલ, ૨. તારનાર.
For Private and Personal Use Only