________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
છે...
.............. -
ભાગ ૧૭ મે.
સૌરાષ્ટ્રના સમર રાજાની હાર, ઉદયન મંત્રીનું મરણ
અને શ્રી શત્રુંજયાદિનો ઉદ્ધાર. - એક વખત સૈારાષ્ટ્ર દેશના સમર નામે રાજાને પકડવા કુમારપાળે ઉદયન મંત્રીને સેનાપતિ નિમી મેક. તે સર્વ સામંતે અને સૈન્ય સાથે પ્રયાણ કરી પાલીતાણે આવ્યું. ત્યાં શ્રીમહાવીર સ્વામીનાં દર્શન કરી સૈન્યને સામંતો સાથે આગળ વિદાય કરી પોતે શ્રીયુગાદિદેવના દર્શનની ઈચ્છાથી શ્રી શત્રુંજય ઉપર ચડ્યો. ત્યાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક મહેસવ, સ્નાત્ર પૂજા અને આરતી વિગેરે કરી શ્રીજિનના એવગ્રહથી બહાર ઉભા રહી ત્રીજી નિરિસહી કહી ચૈત્યવંદન કરવા બેઠો. તેવામાં એક ઉંદર દીવાની દિવેટ લેઈ તે કાષ્ટમય મંદીરની ફાટમાં પેસતો હતો, તેને પૂજારીઓએ કાઢી મૂક્યું. તે જોઈ પિતાની સમાધિને ભંગ અને કાષ્ટમય પ્રાસાદના નાશની સંભાવના વિગેરેથી ખેદ પામી આ પ્રમાણે ચિંતવવા લાગ્યોઃ “ધિકાર છે અમને, જે રાજાના અપાર વ્યાપારમાત્રમાં પરાયણ રહ્યા છતાં આ ચૈત્યને ઉદ્ધાર કરવા પણ સમર્થ નથી. જે પુરૂ એ રાજયવ્યાપારના પાપમાંથી સુકૃતને સ્વીકાર ન
૧. જેને લેક દેરામાં તીર્થકરની સ્તુતિ વંદન કરવા સારૂ તેમની મતિથી કમાકમ છ હાથ અને વધારેમાં વધારે ૬૦ હાથ છેટે રહેવાની મર્યાદા સાચવે છે, અને જે પ્રદેશની અંદર તેઓ તે પ્રસંગે રહી ન શકે તેને અવગ્રહ કહે છે.
૨. જૈન લોકે દેરાના દાર આગળ ગૃહવ્યાપારને ત્યાગ કરવા રૂપ પહેલી નિસ્સિહ (નધિકી, મનાઈ, ત્યાગ,) કહી તેમાં પ્રવેશ કરે છે અને ગભારા બહારનું કચરા કાઢ વિગેરે દેરા સંબંધી કામ કરી બીજી નિસ્સહી કહી પૂજા કરવાનો પ્રારંભ કરે છે અને તે સમાપ્ત થયા પછી ત્રીજી નિરિસહી કહી વંદનાદિ
૩. “નમે અરિહંતાણં” અથવા શકરતા વિગેરેથી તીર્થંકરના ગુણગાન કરીને નમસ્કાર કરે તેને ચૈત્યવંદન કહે છે.
For Private and Personal Use Only