________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
શ્રી કુમારપાલ પ્રબંધ.
સુભટોને એકઠા કર્યા. શુભ અધ્યવસાયરૂપી પવનવેગી ધેડાઓને કવચ ધારણ કરાવ્યાં. સ્વૈર્ય, વૈર્ય અને આસ્તિક્યાદિ અનેક હાથીઓ ગર્જના કરવા લાગ્યા. પિતે પણ શુભ અવસરે વિજયયાત્રાને ઉચિત વિષ પહેર્યો અને મસ્તકે જિનાજ્ઞારૂપ વજ ધારણ કરી, નવગુપ્તિથી અંગગુમ રાખી, સત્વરૂપ ખ, બ્રહ્મરૂપ અસ્ત્ર અને મૂત્તર ગુણથી યુકત આર્જવરૂપ ધનુષ્ય વિગેરે છત્રીશ વડે દુર્લક્ષ્ય થયો. પછી શ્રી હેમાચાર્યે રક્ષાવિધિ કરવાથી અને તેમની પાસેથી વિસ વીતરાગના રતવનરૂપી ગુમ કરનારી ગુટિકા મળવાથી મેહ ઉપર જય મેળવવાનો નિશ્ચય થયે, એટલે અમદમાદિ મહાસુભટોનાગે ભયંકર દેખાતે, જગતને જીતવાને અશક્ય, મને જ્યરૂપ હસ્તિ ઉપર આરૂઢ થઈ ધર્મરાજાની સાથે શ્રીચૌલુક્ય મેહના પ્રદેશ નજીક આવે. ત્યાં સેનાનો પડાવ નાખી જ્ઞાનદર્પણ નામના દૂતને આગળ મેક. તેને મહારાજાને અજ્ઞાનરાશિ નામને પ્રતિહાર રાજાની સભામાં લઈ ગયા. ત્યાં તેણે મહારાજાને ઠે. તે મોહરૂપી માતંગજને શૂરાચારવાળા ચાર કષાય રૂપી ચરણે હતા, મિથ્યાત્વરૂપી શરીર હતું, રદ્ર અને આર્તધ્યાન રૂપી લચને હતાં, કામદેવરૂપી ભૂંડ હતી અને રાગદ્વેષરૂપી દંતૂશળ હતા. આ મેહરાજા ભવરૂપી વન મધ્યે ક્રીડા કરનારા કયા પુરૂષના મનમાં ગભરાટ પેદા ન કરે ? તેની પાસે તેને કદાગમ માત્રી ઉભેલ હતો. તે કુમારપાલના તને દેખીને બેલ્યો કે, “હે દૂત, તું કોણ છે ? તને અહીં કોણે શા માટે મેક છે?”
દૂતે કહ્યું કે, “હે મંત્રી, મારૂં નામ જ્ઞાનદર્પણ છે અને મને શૂરવીર રાજાઓની પંક્તિમાં શિરોમણિ શ્રીલુક્ય ચક્રવતએ મેક છે. તેમના આદેશથી, હે મહારાજ, હું કહું છું કે, તમે દુષ્ટ કલિકાળની સહાયથી ધર્મરાજાને હરાવી કહાડ્યો છે, પણ હવે તે ન્યાયી રાજાએ અમારી રાજધાનીમાં આશ્રય લીધો છે. શ્રીહેમાચાર્ય ગુરૂની વાણીથી તેમને બહુ ઉપકાર થયે છે. તેમણે શ્રીગુરૂના આગ્રહથી સંતુષ્ટ થઈ પિતાની પુત્રી કૃપસુંદરીને અમા
For Private and Personal Use Only