________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભાગ સોળમે,
૧૬૮
રૂપ વેદોચ્ચાર પૂર્વક પ્રદક્ષિણાઓ દેવડાવી. કરમચન સમયે ધર્મરાજાએ જમાઇને સૌભાગ્ય, આરોગ્ય, દીર્ધાયુ, બળ અને સાખ્ય વિગેરેનું દાન આપ્યું. એ પ્રમાણે પાણિગ્રહણરૂપ મંગળ સંપૂર્ણ થયા પછી વંદન કરતા રાજર્ષિને સૂરિરાજે શિક્ષા આપી કે, “હે ચાલુક્ય ! પૂર્વ શ્રીશ્રેણિકાદિ રાજાઓ જે કૃપસુંદરીને જેવા પણ ન પામ્યા તે ધર્મરાજની પુત્રીને તમે પરણ્યા છે. તમારે તેના ઉપર હમેશ વિશેષ પ્રેમ રાખે. તેનું વચન કદી ઉત્થાપવું નહીં. તેના મોટા પ્રસંગે કરી તમારું ભાવી ઘણે ભાગે નિવૃત્ત થશે.”
એ શિક્ષા ગ્રહણ કરી કૃતજ્ઞમાં શિરોમણિ કુમારપાળ પિતાના મહેલે આવ્યું. ત્યાં કૃપાદેવીને વિધિપૂર્વક પટ્ટરાણીના સ્થાનકે સ્થાપી અને તેને સર્વ પ્રકારે પ્રીતિકારી જોઈ તેના વડેજ પિતાને સ્ત્રીવાળ માનવા લાગે.
એક વખત પોતાના સ્વામીને અતિ પ્રસન્ન અને પ્રેમવશ થયેલ જઈ કૃપસુંદરીએ કહ્યું કે, “હે પ્રિયતમ, મેહને પરાજય કરી મારા પિતા ધર્મને સ્વસ્થાનકે સ્થાપિત કરે અને મારા મનના મને રથ પૂરે. પુરૂષની પ્રતિજ્ઞા મેરૂશિખરની પેઠે ફરતી નથી. તેમના કહેલામાં અને કબૂલેલામાં પથ્થરની રેખાની પેઠે કદી ફેરફાર થતું નથી. જુઓ, નીચ પુરૂ છે વિઘના ભયથી પ્રારંભ કરતા નથી. મધ્યમ પુરૂ ષ વિઘ આવેથી વયમાં અટકી પડે છે. પણ ઉત્તમ પુરૂષે તે વારંવાર વિન્ન આવે છતે પ્રારંભેલું કાર્ય અંતસુધી લઈ જાય છે.” *
પ્રિયાની આવી મનહર વાણી સાંભળવાથી ઉત્સાહિત થયેલા કુમારપાળે પિતાનામાં શૂરપણું લાવી ધર્મરાજાની સાથે સલાહ કરી અને મેહની સામે ચઢવાની તૈયારી કરવા માંડી. સદ્ધયાનરૂપ મંત્રીને બેલાવી અંતરંગરૂપ ચતુરંગી સેના સજાવવા આજ્ઞા કરી. તીર્થંકરની વાણીરૂપી સંગ્રામભરી વજડાવી. યમનિયમાદિ સર્વ
For Private and Personal Use Only