________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• ભાગ ૫દરમા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
એવી રીતે દિલાસા આપી મંત્રીએ અેમસૂરિ પાસે આવી સર્વ બનાવ નિવેદન કર્યા. એટલે સૂરી બાલ્યા કે, ‘‘ગભરાશા નહીં. વાત કરતામાં હુ પ્રસંગનું નિવારણ કરી નાખીશ. તમે જલક્રીથી ઉષ્ણ પાણી આણા એટલે હું તેને સૂરિમોંત્રથી મત્રી આપું.” મંત્રીએ આદેશ પ્રમાણે પાણી આપ્યુ અને ગુરૂએ તે પ્રસાદિત કરી આપ્યું. પછી મંત્રી રાજા પાસે લેઈ ગયા અને રાજાએ તે સિદ્ધ જલનું ધાડું પાન કરી શરીરે લગાડયું. તેથી તેનું શરીર દૈદીપ્ય માન કાંતિથી શોભિત અને સર્વ પ્રકારે કલ્યાણમય થયું. એ પ્રમાણે પ્રથમ કરતાં પણ અધિક તેજસ્વી શરીર જોઈ રાજા તથા મંત્રીને ઘણા હર્ષ થયા. રાજા બાલ્યા કે, “ ધન્વ ંતરિની પેઠે જેણે આવા કષ્ટનું પણ હરણ કર્યું તે સૂરિના પ્રભાવ જગતમાં અદ્ભુત અને વાણીને અગાચર છે. મારા ઉપર એમની કેટલી કૃપા છે ! જૈન મત્રાના પ્રભાવની સીમા છે. '
For Private and Personal Use Only
એવી રીતે પરસ્પર પરમાનમાં વાર્તાલાપ કરતાં રાત્રિરાક્ષસીના નાશ થઈ પ્રભાતના ઉત્સવ થયા. એટલે રાજા ગુજઉપર બેસી શ્વેત છત્ર ધારણ કરાવી સામત મંડળ સાથે ગુરૂવદન' કરવા ગયા. ત્યાં ધર્મશાળામાં પેસતાંજ પ્રથમ કાઈ સ્રીનેા કરુણાસ્વર તેના સાભળવામાં આવ્યા અને પછી આગળ ચાલતાં રાત્રિવાળી ટ્રેન શ્વરી દેવી પ્રાર્થના કરતી નજરે પડી. તે રાજાને કાલાવાલા કરવા લાગી હૈં, “ મને પ્રભુએ મૂકેલા મંત્રમાંધથી જીવતી મૂકાવા, હું આપની આજ્ઞા માનનારા ૧૮ દેશમાં જીવદયાની રક્ષા કરાવીશ. ” આવી રીતે રાજાને આજીજી કરતી જોઈ ગુરૂએ પ્રસન્ન થઈ તેને છેડી દીધી અને તે પણ વચન પ્રમાણે જીવરક્ષા કરાવી રાજભવનના દ્વાર આગળ સુખે રહેવા લાગી. પૂર્વે જે કર્ણને કટુ એવા ત્રાટ્કાર અવાજ કરતા કરવતથી મહિષના ધ તેાડવાને મશગુળ રહેતી તે પીયૂષ પરાર્મુખી કટેશ્વરીદેવી પાણીની ગરજ સારનાર હેમસૂરિની વાણીના રસ લેવા લાગી !