________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી કુમેરપાલ પ્રબંધ.
પછી રાજા ધર્મશાળાના અંતર્ભાગમાં જઈ ગુરૂપાદપદ્મમાં વંદન કરી બે કર જોડી બોલ્યા, “હે ભગવન્! જગતના જીવનરૂપ આપના પ્રભાવની એક જિહાથી સ્તુતિ થાય તેમ નથી. આપને પૂર્વોપકાર બદલે વળ્યા વગર અદ્યાપિ ઉભે છે. તેમાં આજના ઉપકારની તે સીમા છે. સર્વ ઉપકારમાં પ્રાણુરક્ષા કરી એ શ્રેષ્ઠ છે અને સદ્ધર્મને બેધ કર્યો છે તેના ઉપર પણ છેગું છે. નિરંતર આપના ચરણને અક્ષત ચંદ્રના કિરણામૃત અને ગશીર્ષથી વિલેપન કરી ઉત્તમ સુવિમય પુષ્પોથી પૂછ મસ્તકે ધારણ કરૂં, તો પણ આપના ઉપકારના પ્રાગભારથી હલકે થાઉં તેમ નથી.”
એ પ્રમાણે વાણીમાર્ગ પ્રદર્શિત કરેલી કૃતજ્ઞતાથી ખુશી થઈ ગુરૂ મહારાજે ઉપદેશના વ્યાજથી રાજાની સ્તુતિ કરી કે, પિતાનું ઉદર ભરવામાં ઉદ્યમ કરનાર ક્ષુદ્ર પુરૂષ તે હજારે પડ્યા છે પણ પરાર્થ એજ જેને સ્વાર્થ છે એવા સત્પરૂષમાં અગ્રણી એકજ પુરૂષ છે. વડવાગ્નિ દુપૂર ઉદરને પૂરવા સારૂ સમુદ્રનું પાન કરે છે અને મેઘ તાપથી તપેલા જગતના સંતાપને મટાડવા સારુ વૃષ્ટિ કરે છે. શૂર વીરે ઠેર ઠેર હજારે મળી આવે છે, વિદ્યા જાણનારા અનેક નજરે પડે છે અને ધનદ (કુબેર)ને તિરસ્કાર કરનારા ધનાઢ્ય ઘણું પડેલા છે. પણ પરજીવને દુઃખાર્ત જોઈ અથવા સાંભળી તદ્રુપ થઈ જનારા વિરલાજ મળી આવે છે. અમારા વચનથી સર્વત્ર અહિંસા પ્રવર્તાવી તમે અમારા સર્વ ઉપકારને બદલે વાળે છે. આવા ઘેર સંકટ વખતે પણ તમે અહંના શાસનથી ભ્રષ્ટ ન થયા; માટે હું આજથી તમને “પરમહંત” એવું બિરૂદ આપું છું.
- રાજાએ એ બિરૂદ મળવાથી પિતાને કૃતાર્થ માની આનંદભેર મહેલમાં આવી પારણોત્સવ કર્યો. પર દીનીઓને એ વાતની ખબર થઈ એટલે તેમનામાંના સજીને ખુશી થયા અને બ્રામ્હાણે ફિક્કા પડ્યા. વધારે શું? તે સમયે જગતય મહત્સવમય સખ્યમય અને ઉઘાત પામતા જૈન ધર્મના તેજોમય થઈ ગયું.
For Private and Personal Use Only