________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
-
રાજાવાળી કહેવાય છે. હરેક પ્રકારે સ્વામીનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. જેનાથી કુળ વિસ્તાર પામતું હોય તેનું આદર પૂર્વક રક્ષણ કરવું જોઈએ. કારણ, તુમડું તુટયા પછી વાજિત્રના તાર કામ કરતા નથી. શરીર એજ પહેલું ધર્મ સાધન કહેલું છે, માટે તે જયવતું રહે. તેનામાં જ પ્રબલ મહિમાવાળે ધર્મ પ્રતિષ્ઠા પામે છે, ચિંતિત વસ્તુની સિદ્ધિ અને સુખ આપનાર અર્થે સમર્થ રહે છે અને કામ તથા મહેદય શેમરસીકતા સાથે સુંદર ઉદયને પામે છે. તે જ સર્વ ગુણનું આલય અને બુદ્ધિને કરંડિયે છે. માટે આત્મરક્ષા સારૂ દેવીઓને પશુ અર્પણ કરવાં.”
મંત્રીના આવાં નિર્માલ્ય વચન સાંભળી રાજા બે, “હે નિ:સત્વ વણિક ! તું ભગત થઈ આ કેવાં ઘેલા વચન કાઢે છે? સાંભળ. ભવ્ય જીને ભવનું કારણ જે દેહ તે ભોભવ મળે છે. પણ સર્વોક્ત મુક્તિદાયક દયાત્રત મળવું મુશ્કેલ છે. જો અસ્થિર, મલીન અને પરવશ દેહ અર્પણ કરવાથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મ રહેતો હોય છે તેમ શા માટે ન કરવું ? મેં શ્રીજિનેશ્વર દેવનું અરાધન કર્યું છે, હેમચંદ્ર સૂરિનું વંદન કર્યું છે અને દયામય ધર્મનું નિર્માણ કર્યું છે. હવે મને શેની ન્યૂનતા રહી છે. જેના ઉપર જીવિતને આધાર છે તે શ્વાસ જયારે ચપળ વૃત્તિવાળો છે ત્યારે તેને માટે હું મેલ દાયક રિથર દયાને કેમ ત્યાગ કરું ? મરણથી પાપીઓને બીવાનું છે. પુણ્યવંતને કંઈ બીક નથી. માટે ત્વરાથી ચંદનની ચિતા તૈયાર કરાવ. આવા ગુમ કાર્યને સારૂ રાત્રિ એ કામધેનુ છે”
મંત્રીએ જવાબ દીધું કે, મહારાજ, હું એક વખત ગુરૂજીને પૂછી આવું. કારણ ગુરૂપદેશને આધીન પુરૂષને ગુરૂજ પ્રમાણભૂત છે,
-
..
.
.
.
..
.
.
-
--
-
--
-
-
-
૧. શાંતિની ઇચછા.
For Private and Personal Use Only