________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
તે સાંભળી કુમાર બોલ્યો કે, “આમના મનમાં જીવદયા છે. એટલે ભાનુરાજાએ કહ્યું કે, “ખરેખર જૈનમુનિ વિના બીજામાં ખરી જીવદયા જણાતી નથી. બીજા તે માત્ર હેડેથી દયા દયા પિકારે છે, પણ પાળતા નથી. માટે આ મુનિવરનાજ પગ ધોયેલા જળથી મરકી શાંત થશે.” પછી એ પ્રમાણે કરવાથી સર્વત્ર શાંતિ થઈ. તે જોઈ ભાનુરાજાએ પ્રતિબોધ પામી શ્રાવકપણું લીધું અને કુમારનાં કુળશીળાદિ જાણી તેને પોતાની કનકાવતી નામની પુત્રી પરણાવી રાજય અર્પણ કર્યું. કુમારે પણ રાજય ગ્રહણ કરી બધા દેશમાં અમરપડો દેવડાવ્યો. ઘેડે કાળ ગયા પછી અમરપુરથી કેટલા લેકે આવ્યા. તેમણે ખબર કહી કે, “અન્યાયમાં તત્પર સમરસિંહને શિકારે ગયે હતું ત્યાં પ્રધાન પુરૂષએ મારી નખાવે છે અને તેથી ત્યાં રાજ્ય સૂનું છે. તે સાંભળી અમરસિંહે ચતુરંગ સેના સહિત અમરપુર જઈ રાજય કબજે કર્યું.
“જીવદયામાં તત્પર તે મહારાજય પામી અનુક્રમે મરીને દેવતા થશે અને વાવ મોક્ષસુખને પામશે. સમરસિંહ અનંત દુઃખના ભાજન ચતુરંત સંસારમાં ભમશે. માટે હમેશ યામાં તત્પર રહેવું. જુઓ ! જીવદયા રહિત સમરસિંહ આ ભવમાં પણ નાશ પામ્યા અને જીવદયાને પાળનાર અમરસિંહ સેંકડો સુખ પામે. લકિક ગ્રંથકારે પણ, પાછલા કેળીના ભાવમાં શૂળ ઉપર જૂ પરેવી મારી હતી તેથી માંડવ્ય ઋષિને "પુરમાં ચોરીને આરોપ આવવાથી સાત દિવસ સુધી શૂળીનું દુઃખ સહેવું પડ્યું, ઈત્યાદિ હિંસાનાં ફળ કહે છે. આ વિષે ઘણા ઉપદેશ જાણવા ગ્ય છે.
एवं जीवदया कुमारनृपते धर्मस्य सज्जीवितं । सर्वत्र प्रतिपादितेति निपुण ज्ञात्वात्मना संप्रति ॥ .
૧ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિ રૂપી છેડા વાળા.
For Private and Personal Use Only