________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દમ.
૧૪૧
એ પ્રમાણે સૂરિને ઉપદેશ થઈ રહ્યા પછી શ્રીસંઘે તે મહેત્સવમાં થયેલા અધિક હર્ષથી રાજાને ધર્માત્મા અને રાજાઉં એવાં બે ઉપનામ આપ્યાં. રાજાએ પણ વિશ્વમાં અદ્ભુત એવાં બે નામ શ્રીસંઘથી પામીને રત્ન અને સુવર્ણનાં આભરણ તથા વસ્ત્રાદિવડે તેમની પૂજા કરી અને સર્વ ચિમાં અણહિક મહત્સવ શરૂ કરાવ્યું. મહાજનના લેકેએ પણ, વિવેકી, પુણ્યવં તેમાં અગ્રેસર અને પુરૂષમાં ઉત્તમ શ્રીગૂર્જરાધિપ મિથ્યાત્વ રૂપ મળને તદ્દન દૂર કરી નિર્મલાત્મા જગદ્ધત્સલ થયે છે, એ પ્રકારે રાજાની
સ્તુતિ કરી સર્વત્ર મંગળપચાર ચાવ્યા. એ મહત્સવમાં મિથ્યાત્વી રૂપી ઘુવડોના કુળમાં અમાવાસ્યાનો અવતાર થયે અને સમ્યગ્દષ્ટિના કુળમાં સતતને માટે સૂર્યનો ઉદય થયે. એ સમયનું વધારે વર્ણન શું કરીએ ? શ્રીલુક્ય ભૂપતિ સમ્યકત્વ પામ્ય, તેની સાથે પુરુષોને ભાગ્યદય જાગે, પુણ્યશ્રીને અવિછિન્ન ગરવ થયે, પાપ સંકોચ પામ્યું, મુનિમંડળ સર્વત્ર પ્રકટપણે વિહાર કરવા લાગ્યું અને શ્રીસંઘના નિર્દોષ ચિત્તમાં હર્ષને વધારે થ. જે મિત શબ્દોમાં કહીએ તો ત્રણે ભુવનમાં પ્રભાતને ઉદય થયે. આ પ્રસ્તાવે કોઈ કવિ બેલ્લે કે,
संत्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः। क्ष्मापस्तु प्रतिबोध्यते यदिपरं श्रीहेमसूरेगिरा॥ उन्मीलंति महामहांस्यपि परे लक्षाणि रूक्षाणि खे। • नो राकाशशिनीं विना बत भवत्युज्जागरः सागरः ॥१॥
“કવિતા રચવામાં રસિક બીજા ઘણું સૂરિ છે. પરંતુ રાજાને પ્રતિબોધ તે શ્રીહેમસૂરિની વાણીવડેજ થાય છે. આકાશમાં લાખે તારા ઉગે છે પણ પૂર્ણિમાના ચંદ્રમા વિના સમુદ્રમાં ભરતી આવતી નથી.”
૧ જૈન મંદિરે. ૨ આઠ દિવસન. ૩ તીર્થંકરનાં વચન બરાબર માનનારા. શ્રાવક
For Private and Personal Use Only