________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
હાર અને ચંદ્રાદિત્ય કુંડળ વિગેરે આભૂષણોથી સણગારી રાજા સામંતાદિ નગરજને સાથે ઉપાશ્રયે આવ્યું. ત્યાં પદહતિ ઉપરથી ઉતરીને દ્વાર આગળ આવ્યો, એટલે વાડ્મટ મંત્રી વિગેરે શ્રીસંઘે મેતી પ્રવાલાદિના થાળથી તેને વધાવી લીધે. ધર્મમાં સ્થિર કરવા સૂરિએ પણ, “અહીં પધારે. અહીં પધારે.' ઇત્યાદિ બહુ માનયુક્ત વચનોથી સત્કાર કર્યો.
પછી રાજાએ પૂર્વે પધરાવેલી રત્નસુવર્ણાદિની ૩૨ જિન પ્રતિમાને આનંદ ભેર ત્રણ પ્રદક્ષિણા દેઈ વંદન પૂજન વિગેરે સર્વ શુદ્ધવિધિપૂર્વક, જાણે વિશ્વના ઐશ્વર્યને ગ્રહણ કરતા હોય તેમ, શ્રીહેમસૂરિના મુખથી સમ્યત્વમૂલ બાર પ્રકારને શ્રાવકધર્મ ગ્રહણ કર્યું. આ વખતે ધર્મશ્રીને આગળ કરી સમવસરણની પ્રદક્ષિણા કરતે રાજા, જાણે વધુને આગળ કરી અગ્નિની પ્રદક્ષિણા દેતે વર હેય નહીં એમ, શોભવા લાગે. લેકેને પણ સાધુમંડળે રાજા ઉપર નાખેલા વાસક્ષેપને લીધે અકાળે વસંતકીડાનો લાભ થ. શ્રીસંઘે પણ તેના ઉપર અક્ષત નાખ્યા. પછી સૂરિએ રાજાને ગ્રહણ કરેલા ધર્મમાં સ્થિર કરવા સારૂ ઉપદેશ દીધે. તે આ પ્રમાણે -
હે ચાલુક્ય, પ્રાણી રક્ષાદિ વ્રતરૂપી રાયમાન મેતીની માળાથી જેના ગુણ વિસ્તાર પામે છે એવું સૈન્નાયક સમ્યકત્વ પરમેશ્વરના ભંડારમાંથી કાઢીને ગુરૂએ તમને અર્પણ કર્યું છે. તેને જીવની પેઠે નિરંતર હૃદયમાં ધારણ કરીને તમારા સૈભાગ્ય સમૂહવડે મુક્તિ યુવતિને પ્રિય થાઓ. વળી જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણવૃદ્ધિ પામે છે, જે જિનશાસનનું મૂલ અને પુણ્યવંતેનું શાશ્વત જીવિતવ્ય છે એવું સમ્યક્રત્ત્વ પામીને, હે રાજેદ્ર, પૂર્વે થઈ ગયેલા કામદેવાદિની પેઠે દીર્ધાયુ અને દેવતાઓએ માનવા યોગ્ય મહિમા વાળા મેંહદ્ગશ્રાવક થાઓ.” ઇત્યાદિ.
૧. તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી બિરાજવા માટે ઈંદ્રાદિ દેવતાઓએ કરેલી રચના. ૨. કેશર, ચંદન બરાસ અને કસ્તૂરી વિગેરે સુગંધી વસ્તુઓનું ચૂર્ણ.
૩. સારે માર્ગ બતાવનાર ૪. મોટો આધ્ધિવાળા.
For Private and Personal Use Only