________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાણ ગામે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ભાગ ૧૪ મો.
93
ધર્માત્મા રાજર્ષિ કુમારપાળ–શ્રાવક ધર્મના અંગીકાર અને હેમાચાર્યના દયા સબંધી ઉપદેશ.
કેટલાક કાળ ગયા પછી એક વખત રાજાએ સૂરિને વિનંતિ કરી કે, “ મહારાજ, પૂર્વે હું મિથ્યાત્વરૂપે ધંતુરાના આસ્વાદથી થયેલા ભ્રમમાં લેહને ડેમ અને અતત્વને તત્વ પ્રમાણે માનતા હતા. પણ હવે શ્રીગુરૂની વાણીરૂપ શર્કરાના સ્વાદ વડે સર્વ શ્રમ ટળવાથી ધર્માદિ સર્વ તત્વા યથાસ્થિત જાણવામાં આવ્યાં છે. માટે કૃપા કરીને કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામક ભ વિગેરેના વૈભવને ધારણ કરનાર સેમ્યક્ત્વમૂલ શ્રાવક ધર્મને મારામાં પ્રવેશ કરાવે.” સૂરિએ તેને જૈન ધર્મ પમાડવાની અભિલાષાવડે શુભ મુહૂર્ત કહાડી આપ્યું. શાસનની ઉન્નતિ કરવા ઇચ્છનાર રાજાએ અન્ય લેાકાને ધર્મમાં સ્થિર કરવાના ઇરાદાથી સર્વ લેાકાના સમક્ષ શ્રીજૈન ધર્મનું ગ્રહણ કરવાનું નક્કી કર્યું.
પછી નિર્મળ જ્ઞાનાદિ અનેક ગુણે ભૂષિત ગુરૂ મહારાજને, નગરના સર્વ લાંકાને તથા શ્રીજિનદર્શનાદિ કાર્યમાં જેમને મહિમા જાગતા હતા એવા શ્રીસંધને આમત્રણ કરાવ્યાં. વળી શ્રીસધના સત્કાર કરવા સારૂ રત્ન, સુવર્ણ, ચીવર અને સુગ ંધિત કર્પૂરાદિ ચૂર્ણથી ભરેલા વિશાળ થાળા તૈયાર કરાવ્યા. સર્વત્ર અઁમારિધાષણા કરાવી, ગધેાદકથી સર્વ રાજમાર્ગો છંટકાવ્યા. ઠેકાણે ઠેકાણે વિવિધ વાજિંત્રોના નાદ પુરાવ્યા. એવી રીતે સર્વ સામગ્રી તૈયાર કરાવી શુભ લગ્નને યાગ આવે ઝરિયાનનાં વસ્ત્ર, મુકુટ, પાપક્ષય
For Private and Personal Use Only
૧. ઇચ્છા પૂરનાર દિવ્ય ધડે. ૨. તીર્થંકરે કહેલાં તત્વાપર સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી થએલી શ્રદ્ધાપૂર્વક.
૩. રેશમી વસ્ત્ર. ૪ અહિંસાના ઢંઢેરો.