________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રી કુમારપાલે પ્રબંધ.
રાજન! એ બધી ઈંદ્રજાલની કળા છે, એમાં કાંઈ પરમાર્થ રહેલે નથી. દેવબોધિ પાસે એ એક કળા છે પણ મારી પાસે સાત કળાઓ છે. એજ શક્તિવડે અમે તમને એ સર્વ સ્વપ્નવત દેખાવ બતાવ્યો હતે. વધારે ખાત્રી માટે જે મરજી હેય તે બધું વિશ્વ બતાવી આપું. પણ એ ફૂટ નાટકની કુશળતામાંથી કંઇ નિકળે તેમ નથી. સત્ય છે તે વખતે તેમને શ્રી સોમેશ્વરે કહ્યું હતું તેજ છે. આ સમયે અવસર પાઠકે બેલ્યા,
आधारो यस्त्रिलोक्या जलधिजलधरादवो यनियोज्या भुज्यते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः संपदस्ताः॥ आदेश्या यस्य चिंतामणिसुरसुरभिकल्पवृक्षादयस्ते श्रीमान् जैनेंद्रधर्मः किसलयतु स वः शाश्वती मोक्षलक्ष्मी॥१॥
જે ત્રણ લેકને આધાર છે, સમુદ્ર મેઘ સૂર્ય અને ચંદ્ર જેની આજ્ઞામાં રહે છે, દેવ દાનવ અને મનુષ્યના સ્વામીએ જેના પ્રસાદથી ઉત્કૃષ્ટ સંપદાઓ ભેગવે છે, સર્વપ્રસિદ્ધ ચિંતામણિ કામધેનુ અને કલ્પવૃક્ષ વિગેરે જેના આદેશમાં છે તે શ્રીમાન જૈનેંદ્ર ધર્મ તમારી શાશ્વતી એક્ષલક્ષ્મીને નવીન અંકુયુક્ત કરો.”
રાજાએ તેને ખુશી થઈને સવા લાખનું ઇનામ આપ્યું. અન્ય સભાસદોએ પણ યોગ્ય ઉદારતા બતાવી. સભા વિસર્જન થઈ અને રાજા વસ્થાનકે ગયો. દેવધિ પણ શ્રી હેમાચાર્યનાં કળા વિજ્ઞાન, મહિમા અને અતિશય જાણીને બાહ્યવૃત્તિથી સૂરિના ગુણ ગ્રહણ કરતા સર્વત્ર મળી જવા લાગે. કઈ કઈ વાર ઉપાશ્રયે પણ આવતો અને કોઈવાર રાજગુરુ વિગેરેની પ્રેરણાથી રાજાને ભમાવત પણ ખરે. આથી કેટલાક વખત સુધી રાજાને થોડી વાર પ્રકાશમાં અને થોડીવાર અંધકારમાં રહેવા જેવું થયું.
૧. વિશેષ ગુણ.
For Private and Personal Use Only