________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૭
કળાવિલાસવડે કળાવતની સર્વ કળાઓઢંકાઈ ગઈ છે. સૂર્યનારાયણ ચારે તરફ ફુટપણે પ્રકાશ કરે ત્યારે શું અન્ય તેજસ્વીઓની દીપ્તિ પ્રસાર પામી શકે ?”
પછી સૂરિ, રાજાને અમારી દેવ સભા તે જાઓ, એમ કહી કોઈ ઓરડામાં લઈ ગયા. ત્યાં તેણે સુવર્ણના સિંહાસન પર બિરાજેલા અશોકાદિ આઠ પ્રાતિહાર્યો વિગેરેથી શોભિત ૬૪ સુરેદ્રની શ્રેણિ જેમના પાદપદ્મની સેવા કરતી હતી એવા ચતુર્મુખ શ્રીષભાદિ ૨૪ તીર્થકરે અને તેમની આગળ રત્નાભરણેથી દેદીપ્યમાન સવતિશાયી દેહકાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરતા હાથ જોડી સ્તુતિ કરતા ચુલુયાદિ પિતાના ૨૧ પૂર્વજોને જોયા. તેમનાં દર્શન નથી ક્ષણભર તે તે જાણે અમેદ અને વિસ્મયના સાગરમાં મગ્ન થે હોય તેમ બની ગયો. પછી કુમારપાલને લઈને શ્રીહેમાચાર્ય શ્રીજિનેશ્વરની મોટા ગૌરવથી સ્તુતિ કરી તેમની આગળ બેઠા. એટલે જિનેંદ્ર રાજાપ્રતિ કહેવા લાગ્યા કે,
હે ભૂમીંદ્ર, તેં વધરૂપ કલંકથી દૂષિત ધર્મને ત્યાગ કર્યો છે, માટે તારૂં મનજ વિવેકથી સિંચેલું જણાય છે. સર્વ દયામય ધર્મજ પ્રમાણ કરવા યોગ્ય છે; માટે ત્રાંતિ મૂકી દેઈ દયાધર્મમાં રિસ્થર થી અને આ સર્વ દેવતાના અવતારરૂપ આ ગુરુએ કહેલાં દેવાદિ તત્વનું રૂડી રીતે આરાધન કર.” પૂર્વજો પણ બોલ્યા કે, “હે વત્સ! કુમાર્ગને ત્યાગી શ્રીજૈનમાર્ગને ભજનારા તારાડેજ આજે અમે પુત્રવાન થયા છીએ. હવે પછી શ્રીજિનેશ્વર ભગવાન દેવ, સાધુ મહારાજ ગુરુ અને સર્વ દયામય ધર્મ એ ત્રણ ત જાણીને તેમનું ગ્રહણ પૂર્વક આચરણ કર”.
એમ કહી તે સર્વે અદૃશ્ય થઈ ગયા. પછી રાજાનું ચિત્ત દેલાયમાન થઈ ગયું તેથી તેણે ખરૂં તત્વ જાણવાની અભિલાષાવડે શ્રીસૂરિ પાસે ખુલાસે માંગ્યું. તેમણે જણાવ્યું કે, “હે
૧ સર્વથી. ચડીઆતા
૧૮
For Private and Personal Use Only