________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
રાજાએ તે કવિને ખુશી થઇ એક લાખનું ભારે ઇનામ આપ્યું અને પછી સર્વ રાજમંડળ સમક્ષ પૂર્વજોએ કરાવેલી મહેશ્વરાદિની મૂર્તિ બ્રાહ્મણને આપી વીસ તીર્થંકરેની સુવર્ણમય પ્રતિમાઓ પિતાના દેવગૃહમાં અને હૃદયમાં સ્થાપના કરી. શ્રી હેમસૂરિની પાદુકાઓ પણ પધરાવી. તેમની દરરોજ કપૂરપુષ્પાદિકથી ત્રિકાળ પૂજા કરીને તે અત્યંત પુણ્યાનંદી અને વિજ્ઞાનેશ્વર થયે.
એવી રીતે શ્રીજિનરાજની પૂજા અને ગુરૂની ઉપાસનામાં તત્પર શ્રીચાલુક્યને એકવાર શ્રી હેમાચાર્યે સર્વ જીવની દયા પાળવાવિષે ઉપદેશ સંભળાવ્યું. તે આ પ્રમાણે –
કડે કલ્યાણને આપનારી, દુરત પાપરૂપ શત્રુને દળનારી અને સંસાર સમુદ્રમાંથી તારનારી એકલી જીવદયા છે. જેમ મેસ્થી મોટું, મહાસાગરથી ગંભીર અને આકાશથી વિશાળ બીજું કંઈ નથી, તેમ અહિંસા સમાન ધર્મ પણ બીજો કોઈ નથી. પ્રાણી માત્ર સુખની ઈચ્છા રાખે છે, પરંતુ ધર્મવિના સુખ મળતું નથી; અને દયાવિના ધર્મ થતું નથી. માટે તે દયામાં જ લીન થવું. વળી ગમે તેટલું દાન દે, ગમે તેટલું મિાન ધરે, ગમે તેટલાં વેદાદિક શાસ્ત્ર ભણે અને ગમે તેટલું દેવાદિકનું ધ્યાન ધરે પણ જો દયા ન હેય તે બધુંએ ફેકટ જાય છે. કહ્યું છે કે, જ્યાં સુધી પુરુષ નરકની વાટરૂપ હિંસાને છાંડીને જગતના જીવનું કલ્યાણ કરનારી યારૂપી વહાલી સ્ત્રીને હૃદયમાં રૂડી રીતે રમાડે છે ત્યાં સુધી જ નિરંતર સેવેલાં જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ, શમ અને યમ એ સર્વ તેમને સંપૂર્ણ ફળ આપે છે. સર્વજ્ઞોએ સર્વ જીની અહિંસા એજ ધર્મનું મૂળ બતાવેલું છે, બાકી સત્ય ભાષાણાદિ વ્રતે તે તેના વિસ્તારરૂપ કહેલાં છે. અહિંસા એજ પરમ ધર્મ, એજ પરમ તપ અને એજ પરમ દાન છે, એવું મુનિનું પણ નિરંતર કહેવું છે. કૃપારૂપી મહા નદીને કાંઠે સર્વ ધર્મ તૃણકર રૂપ છે
૧. દુઃખે કરી નાશ થાય એવું.
For Private and Personal Use Only