________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
સ્થાપના કરી શિખરપર સુવર્ણકળશ ચડાવ્યો અને સેનુ ચાંદી માતી પ્રવાળ વિગેરેથી તુલા કરી હાથી ઘેાડા અને ગાયપ્રમુખનાં દાન આપ્યાં. પંચોપચારપૂજસમયે દેવદાયમાં પણ માટી બક્ષીસ કરી તીથોંપવાસ હતા તેથી બીજાં બધાં કાર્ય પૂરાં કરીને સૂરિને દેવળના ગભારામાં બોલાવી કહેવા લાગ્યા કે, “ હે ભગવન્ ! સામેશ્વર દેવ, આપ મહર્ષિ અને મારા જેવા તત્વાર્થી એ ત્રણના આ તીર્થપર ચોગ ત્રિવેણીના સંગમ જેવા થયા છે. હવેપરસ્પરવિરૂદ્ધ સિદ્ધાંતી પુરૂષો જૂદી જૂદી રીતે દેવ ગુરૂ અને ધર્મ તત્વની પ્રરૂપણા કરે છે; માટે આજે આપ દ્વેષ મૂકીને મારાપર પ્રસન્ન થઈ દેવાદિ તત્વોનુ રૂડી રીતે નિરૂપણ કરો કે, હું તેમનુ સ્થિર ચિત્તે આરાધન કરી મારા આત્માને સંસારસમુદ્રથકી તારૂં. વળી આપ જેવા ગુરૂને જોગ મળે છતે જો તત્વને સંદેહ રહે તા સૂર્યોદય થયા છતાં પણ વસ્તુનુ નહીં દેખાવવુ અને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયા છતાં દારિથનુ રહેવું એના જેવું થાય. ” આપ્રકારે રાજાએ કહ્યું ત્યારે સૂરિ પણ કંઇક વિચાર કરી બોલ્યા કે, “ હે રાજન! શાસ્ત્રના વાદે કરીને સર્યું. હું તમને હમણાંજ મહાદેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવુ છું. તે મહાદેવ તમને જે ધર્મ અથવા દેવ બતાવે તેનુ સેવન કરે. કારણ દેવની વાણી ખાટી હાતી નથી. હું હવે મંત્ર ભણુ છુ અને તમે બરાસના ધૂપ રે જાએ. આપ્રમાણે વિચાર કરી રાજા અને સૂર બન્ને જણ રાત્રે ભૂલ ગભરામાં રહ્યા. હવે મધ્ય રાત્રીના સમયે પ્રથમ લિંગમાંથી તેજ નિકળ્યું અને તેમાંથી ગંગા, જટા, ચંદ્રકળા અને ત્રિનેત્ર ઇત્યાદિ ઉપલક્ષણાયુકત શંકર નિકળ્યા. તે દેખી સૂરિએ રાજાને કહ્યુ કે, “આ આગળ રહેલા શિવ જુએ. એમને પ્રસન્ન કરી પૂછીને રૂડા પ્રકારે તત્વનું આળખાણ કરા.” તે સાંભળી રાજા પણ હર્ષસહિત મહાદેવને સાષ્ટાંગ નસ્કાર કરવા લાગ્યા. પછી મહાદેવ બાલ્યા, “હે ચાલુક્ય નૃપ, તુ વિવેકી છે અને તને ધન્ય છે કે, તને આવી સાધુનીપેઠે ધર્મ જાણવાની ઇચ્છા થઈ છે. રાજા લૉકા
૧. શાસ્ત્રકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
'