________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે.
૧૧૫ ----- ~ ~ ~~~~~~~~ ઘણું કરીને ધર્મ પામ્યા છતાં પણ રાજયના મદથી ઉન્મત્ત થઈ તેનું સેવન કરતા નથી. કહ્યું છે કે, રાજા ભદેન્મત્તની પેઠે સદાચાર સેવતા નથી, હિતકારી વચન સાંભળતા નથી અને પિતાની પાસે આવેલા પૂજ્ય પુરૂષની પણ અપેક્ષા કરતા નથી. હે કુમાર! જે તું ભેગ અને મેક્ષ આપનાર ધર્મની ઈચ્છા રાખતે હોય તે હાલ પૃથ્વીમાં સર્વ દેવના અવતારરૂપ નિષ્કપટપણે પરબ્રહ્મને જાણનાર બાળપણથકી સંયમવાનું, પોતાના તથા બીજાના મતના સર્વે આગના પારગામી અને બ્રહ્માના જેવા આ હેમાચાર્ય જ્યવંતા વર્તે છે. તેમના મુખથી તને ઇષ્ટ તત્વની પ્રાપ્તિ થશે. આ પ્રકારે બેલી મહાદેવ જાણે સ્વમમાં દેખાયા હોય તેમ અંતર્ભત થયા. આ બનાવ જોઈ રાજા વિસ્મય પામ્ય અને સૂરિને કહેવા લાગ્યું કે, “મહારાજ, આપજ મારા ઇશ્વર છે, જેમને મહેશ્વર પણ વશ છે. આજથી માંડી આપજ એક મારા દેવ, ગુરૂ, પિતા અને માતા છે. બીજું કઈ નથી. પૂર્વે જીવિત દાનથી આ લેક આપ્યો હતે, હવે શુદ્ધ ધર્મોપદેશથી પરલેક આપો.” સૂરિ બોલ્યા, “જો એમ હોય તે મધમાંસાદિ અભક્ષ્યને ત્યાગ કરે. કારણ કે, જીવદયા એજ ધર્મનું મૂળ છે, અને જીવદયા માંસભક્ષણ કરનારને ક્યાંથી હોય ? કેમકે, જીવ હિંસા વગર કંઈ માંસાદિ મળતું નથી.” એ સાંભળી ચિત્તમાં હર્ષ પામી રાજાએ પોતાના આત્માને પવિત્ર માની દેવગુરૂ સમક્ષ મહાદેવ ઉપર જળ મૂકી અભક્ષ્ય નિયમ (ત્યાગ) કર્યો. ત્યાર પછી અનુક્રમે મહોત્સવ પૂર્વક પાટણ આવ્યું અને મહાદેવની વાણીનું સ્મરણ કરી કેઈક વખત ઉપાશ્રયે જઈ અને કેઈક વખત સભામાં નિમંત્રણ કરી સૂરિની પાસે શુદ્ધ ધર્મના રસનું પાન કરવા લાગ્યો. કહ્યું છે કે,
For Private and Personal Use Only