________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
શંખ નામને જે નવ નિધિ છે તેમજ નાટક સહિત વાઘ અને ગીત પ્રગટ થાય છે. જોકેત્તર જૈન મતમાં ત્રણ પ્રકારના સ્વરેની ઉત્પત્તિ એરીતે વર્ણવેલી છે. લેકમાં સંગીતાદિની ઉત્પત્તિ મહાદેવથકી માનેલી છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે, ડાદિબંધના ક્રમની રીતિમાં નિપુણ, રાતાલમાં વિચક્ષણ અને શૃંગારાદિરસ તથા ગીતમાં વિશેષ જાણનાર જે ભૂપ હેય તેજ સભાને આભૂષણ ભૂત થાય.”
સૂરિના મુખથી એપ્રમાણે નાનું સ્વરૂપ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ ફરીને અનાહત નાદનું સ્વરૂપ પૂછયું. ત્યારે સૂરિએ કહ્યું કે, “જે બ્રહ્મસ્થાન અથવા બ્રહ્મગ્રંથિ કહેવાય છે તેના મધ્ય ભાગમાં પ્રાણ રહે છે, પ્રાણ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે અને અગ્નિ તથા વાયુના સંગથી અનાહત નાદ પેદા થાય છે. તે નાદ વિશે બિંદુને ભેદ કરનાર કહેવાય છે. જે ઘંટનાદ છેવટના ભાગમાં ધીમે પડતાં મધુર લાગે છે તે અનાહત નાદ પણ મધુર જાણે. તે નાદ સર્વ દેહમાં વ્યાપક છે અને નાસિકામાં રહે છે. તે સર્વ ભૂતોને પ્રત્યક્ષ દેખાય છે પણ ઓળખ્યામાં આવતો નથી
જ્યાં સુધી યોગીનું મન અનાહત નાદમાં લીન નથી થયું ત્યાં સુધી તેની ઈદ્રિના વિષય અને ક્રોધાદિકષાયની સ્થિતિ છે. એ વિષે ગીનું વાક્ય છે કે, પુરૂષને મસ્તક રૂપી તુંબડા અને શરીરમાંની કુંડળણી નાડી નામની વેણમાંથી જે અનાહત નાદ નિકળે છે તેનું પેગી પુરૂષ ધ્યાન ધરે છે. ગાયનના વિષયમાં પણ સૂરિનું એવું અદ્ભુત જ્ઞાન જઈ રાજા તેમને સર્વ કળાના પાર ગામી માનવા લાગ્યું.
૧. કવિતાની રચનાના પ્રકાર જેવા કે, નાગપાશબંધ, સુડાબંધ વિગેરે.
For Private and Personal Use Only