________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ નવમ.
૧૦૭
सुखिनि सुखनिषेको दुःखितानां विनोदः । श्रवणहृदयहारी मन्मथस्याग्रदूतः॥ नवनवरसकर्ता वल्लभो नायिकानां ।
जयति जगति नादः पंचमस्तूपवेदः॥ १॥ “સુખીઆના સુખમાં વૃદ્ધિ કરનાર, દુઃખીઆને હર્ષ પમાડનાર, કર્ણ અને હૃદયને હરનાર, કામદેવને અગ્રદૂત, વિવિધ પ્રકારના રસને કર્ન અને નાયિકાઓને પ્રિય એવે પાંચમે ઉપવેદ નાદ જગતમાં જયવતે વર્તે છે.”
પછી સભામાં પધારેલા શ્રીહેમચાર્યને રાજાએ નાદનું સ્વરૂપ વિચાર્યું. સૂરિ બેલ્યા, “ગીત સપ્ત સ્વર મય છે. તે સ્વર ત્રણ પ્રકારના છે. સચેતન કૃત, અચેતન કૃત અને ઉભય કૃત. તેમાં સચેતન કૃત મુખ્ય છે. જજ, ડષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ એ સાત સ્વરો છે. જર્જ કંઠમાંથી ઝષભ હૃદયમાંથી, ગંધાર નાસિકામાંથી, મધ્યમ નાભિમાંથી, પંચમ છાતી મસ્તક અને કંઠમાંથી, ધૈવત કપાળમાંથી અને નિષાદ સર્વ સંધિમાંથી નિકળે છે. એ પ્રમાણે સાતે સ્વની ઉત્પત્તિ શરીરથકી કહેલી છે. પ્રાકૃત ગ્રંથકારે લખે છે કે, મોર ષજ, કુકડે નષભ, હંસ ગંધાર, પાડી મધ્યમ, (વસંત ઋતુમાં) કાયલ પંચમ, સારસ ધૈવત અને કૈચ નિષાદ સ્વરમાં બોલે છે. પજ અગ્રજિ હાથી, હષભ છાતીથી, ગધાર ગળાથી, મધ્યમ મધ્યજિહાથી, પંચમ નાસિકાથી, પૈવત તિષથી અને નિષાદ મસ્તકથી બોલાય છે. હવે અચેતન કત સ્વરે વિષે કહું છું. મૃદંગમાંથી ષડ, ગેમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગંધાર, ઝલ્લરીમાંથી મધ્યમ, ચતુરણપદસ્થાનમાંથી પંચમ, આડંબરમાંથી દૈવત અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નિકળે છે. ગીત નાદાત્મક છે, વાઘ પણ નામના પ્રગટપણાથી વખથાય છે અને નૃત્ય એ બેને અનુસરીને ચાલે છે. માટે ગીત વાઘ અને નૃત્ય એ ત્રણે નાદને આધીન છે. ચક્રવર્તીના નવનિધિમાં
For Private and Personal Use Only