________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०४
શ્રી કુમારપાલ પ્રબંધ.
*
*
ભાગ ૯ મો
કુમારપાળ–રાજવિનોદ.
સિદ્ધરાજની સાથે તુલના. કેઈએક અવસરનેવિષે કુમારપાળ સર્વ સામતે, મંત્રીઓ અને શેઠ શાહુકારેની સાથે મંદીરમાં બેઠેલે હતે. તેવામાં વાતે વાત ચાલતાં રાજાએ સિદ્ધરાજના સમયના વૃદ્ધ મંત્રીઓને પૂછ્યું કે, “હું જયસિંહદેવના સમાન છું કે, તેમનાથી ન્યૂનાધિક છું મંત્રીઓએ કપટ રાખ્યાવગર પ્રાર્થના કરી કે, “મહારાજ! શ્રી સિદ્ધરાજમાં ૯૮ ગુણ અને ૨ દેહતા અને આપનામાં ૨ ગુણ અને ૯૮ - જ છે.” મંત્રીઓના એ વચનથી કુમારપાળ પિતાના આત્માને દોષમય માની દેહઉપર વૈરાગ્ય આણી આંખમાં કટારી ઘેચવા જતા હતા એટલામાં મંત્રીઓ તેને આશય સમજી લેઈ બેલ્યા કે, “મહારાજ! અમે વગર વિચારે બાહ્ય દૃષ્ટિથી એ પ્રમાણેકહ્યું પણ તત્વદૃષ્ટિથી તે આપજ અધિક છે.” રાજાએ પૂછયું, “કેવી રીતે મંત્રીઓ બેલ્યા, “શ્રી સિદ્ધરાજના ૯૮ ગુણો તેના સંગ્રામમાં અસુભટતા અને પરસ્ત્રીમાં લંપટતા એ બે દેશોથી ઢંકાઈ જતા હતા અને આપના કૃપતાદિ દોષો સંગ્રામમાં શૂરતા અને પરસ્ત્રીમાં સહેદરતા એ બે ગુણને લીધે જાણતા નથી. માટે આપ જ સર્વગુણશિરોમણિ સત્વ અને પરસ્ત્રીસહેદરતાદિ ગુણોના આધાર છે” મંત્રીઓના એ વચનથી રાજાએ અંતરાત્મામાં ખુશી થઈદેવની પૂજા કરી.
શબ્દ પાંડિત્ય. એક દિવસ રાજા સભામાં બેઠેલ હતા. તેવામાં એક પંડિત બેલ્યો કે, પર્જન્યની પેઠેરાજા સર્વ ભૂતેને આધાર છે. પર્જન્ય વગર કદાચિત રહેવાય પણ રાજા વગર ન રહેવાય.” એ સાંભળી કુમાર
For Private and Personal Use Only