________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ નવમે.
૧૦૫
પાળ બે, “અહે! રાજાને મેઘની ઉપમ્યા!!” આ વાક્યમાં રાજાએ સર્વ વ્યાકરણશાસ્ત્રથી અશુદ્ધ એ “ઉપમ્યા પ્રયોગ વાપર્યો, તેથી સભાસદે મહેમાહે ચર્ચા કરવા મંડ્યા. તે જોઈ કપદ્દમંત્રીએનીચું ઘાલ્યું. રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. એટલે મંત્રીએ કહ્યું કે, “મહારાજ! આપે શબદશાસ્ત્રથી વિરૂદ્ધ ઉપમ્યા' શબ્દ વાપર્યો ત્યારે અમારે નીચું ઘાલવું જ યુકત છે. કહ્યું છે કે, રાજા વગરની પૃથ્વી પરી પણ અજ્ઞ રાજા ન જોઈએ. કેમકે, તેવા રાજાથી પ્રતિપક્ષી રાજાઓમાં અપકીર્તિ ફેલાય છે. આપે વાપર્યો એ અર્થમાં ઉપમાન, ઔપભ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દશુદ્ધ છે.” મંત્રીની એવી પ્રેરણાથી પચાસ વર્ષની ઉમરે રાજાએ શબ્દવ્યુત્પત્તિસારૂ શ્રીપ્રભુપાદ(શ્રીહેમાચાર્ય)ની સેવા કરી અને તેમના પ્રસાદથી સિદ્ધ થયેલા સારસ્વત મંત્રનું આરાધન તથા સારસ્વત ચૂર્ણના સેવના- * દિવડે કરી પ્રસન્ન થયેલી સરસ્વતીના પ્રસાદથી એક વર્ષમાં વ્યાકરણની ત્રણ વૃત્તિ અને પંચ કાવ્યવિગેરે શાસ્ત્રો શીખી વિચાર ચતુર્મુખ (વિચારમાં બ્રહ્મા) નું બિરૂદ ઉપાર્જન કર્યું.
કેઈક અવસરનેવિષે સપાદલક્ષના રાજાને એલચી કુમારપાળની સભામાં આવે. તેને રાજાએ પૂછયું કે, “તમારા સ્વામી કુશળ છે?” તે મિથ્યાભિમાનથી બે કે, “વિશ્વ (સર્વને ) જાતિ ( આપે) એવા વિશ્વલ રાજાના વિજયમાં સંદેહ છે ?” એ સાંભળી રાજાની પ્રેરણાથી કપમંત્રી બે, “ધર્ શીધ્ર ગમનાથે ધાતુ ઉપરથી વિઃ રૂવ (પક્ષીની પેઠે) અતિ નાશ પામે તે વિશ્વસ્ત્ર કહેવાય.”
આ પ્રકારને અર્થ સાંભળી તે એલચીએ જઈ સપાદલક્ષીય રાજાને વિનંતી કરી કે, “મહારાજ! તમારા નામમાં તો ગૂર્જર મંત્રીએ દૂષણ કાઢ્યું છે.” તે ઉપરથી તે રાજાએ પંડિતના મુખથી વિગ્રહરાજ” એવું નામ ધારણ કર્યું અને પાછો બીજે વર્ષ તે એલચીને પાટણ મોકલ્યું. તે આવી કુમારપાળ રાજાને ફરી ધારણ કરેલું નામ કહેવા લાગ્યું. તેની પણ કપમંત્રીએ
For Private and Personal Use Only