________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
- ૧૦૩.
પછી કુમારપાળ પિતાને કૃતકૃત્ય માની પાછો વળે અને ચંદ્રાવતી આવ્યું. ત્યાં દુષ્ટ વિક્રમસિંહ પ્રથમની પેઠે વહિયંત્ર તૈયાર કરી ગુર્જરપતિની પાસે આવ્યો. તેણે જમવાને માટે કરેલા અતિ આગ્રહઉપરથી રાજા તેને ક્રૂર વિચાર જાણી ગયે. યુક્ત છે, પંડિત પુરૂષ બીજાના આશય જાણી શકે છે. રાજાએ તેને મલ્લે પાસે બંધાવી તેના મહેલમાં જઈ વહિયંત્ર શોધી કાઢો અને તેનું કપટ બધાના દેખતાં પ્રગટ કરી તેના મહેલને બાળી નાખે. પછી કૈધે કરીમલે પાસે તેના અંગ ઉતરાવી આથર વગરના ગાડામાં નાખી પિતાની સાથે લેઈ આગળ ચાલ્યો. તેના પિતાના નગરના જ રસ્તામાં ખાડાખઈને લીધે તેનું માથું ગાડામાં અથડાવાથી તેને અત્યંત વેદના સહેવી પડી. રસ્તામાં જ્યારે બહુ દુઃખ પડવાથી રડવા લાગ્યો ત્યારે પરાળ પાથરી આપ્યું. એમ કરતાં કુમારપાળ મહોત્સવપૂર્વક પાટણ આવ્યું અને પિતાની બેન દેવળદેવીને કહેવા લાગ્યું કે, “તારી પ્રતિજ્ઞા પૂરી થવાથી તું કૃતકૃત્ય થઈ છે; માટે ખુશી થઈ તારા સ્વામીને ઘેર જા.” પણ તે અભિમાનનેલીધે ગઈ નહીં અને ભાઈને ત્યાંજ રહી તપશ્ચર્યા કરવા લાગી.
પછી વિક્રમસિંહને રાજસભામાં મંગાવી બધા સામંતના દેખતાં તિરરકાર કરી મલે પાસે તેના અંગ ચડાવડાવી તેને બંધી ખાને નખા અને તેના રાજ્યઉપર તેના ભત્રિજા યશોધવળને સ્થા .
For Private and Personal Use Only