________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
કે, “રે વાચાળ! મારી બેનનું વચન યાદ છે? હમણાં હું તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તારી જીભને છેદું છું. આવું સાંભળી અણીરાજ સિંહે પંજામાં લીધેલા મૃત્યુસન્મુખ: ગની પેઠે રાંક થઈ બેલ્ય કે, “હે કુમારપાળ, શરણે આવેલા મને બચાવ.” તેની એવી અવસ્થા અને વાણીથી કુમારપાળને દયા આવી, તેથી છાતી ઉપરથી પગ ઉપાડી બેલ્યો કે, “રે તને કૃપાથી જીવતે મૂકું છું. પરંતુ હવેથી તારે તારા દેશમાં જીભ ખેંચી કાવ્યાનું ચિહ ધારણ કરવું, એટલે કે હવે પછી તારા દેશમાં બધા લેક હમેશને માટે માથે ઢાંકવાનું વસ્ત્ર માથે ડાબી તથા જમણી બાજુએ જીભના આકાર વાળું રાખે. હવે પછી તારે મારા હુકમથી મારી બેનની પ્રતિજ્ઞા પૃથ્વી પર પ્રસિદ્ધ થાય તેમ વર્તવું. એમ કહી તેને લાકડાના પાંજરામાં ઘાલી ત્રણ દિવસ સુધી પિતાના સૈન્યમાં રાખી મૂક્યું. સર્વત્ર જયનાં વાજિંત્ર વાગ્યાં. સામંત ભય પામી ધ્રુજવા લાગ્યા. પણ ગંભીર ગૂર્જરભૂપતિએ તેમને ઉપાલંભ ન દીધો અને એણરાજને કૃપા કરી પાછો શાકંભરીને રાજા બનાવ્યું. અલબત ઉડાડી મૂકવાને અને પાછા બેસાડવાને અધિકાર પિતાને હાથ રાખે. મારવાડને સાતવાર ભંગ કર્યો. પેલ્લી કેટની ભૂમિમાં રેષથી આદુ વવડાવ્યું. પૂર્વે માળવાના રાજાઓએ દેવળે પાડી નાખ્યાં હતાં, પરંતુ પાપથકી બીનાર કુમારપાળે વાગભટની સલાહથી તેલ કાઢવાનાં પાષાણયંત્રે ભાગી નાખ્યાં.
હવે અર્ણરાજ ચિંતવવા લાગ્યું કે, “ લેકે જે કહે છે કે, હાસ્ય અડધું વૈર છે તે ખોટી વાત છે. કારણ કે, મારે તે મરણાંત કષ્ટ આવવાથી તે વૈર સંપૂર્ણ થયું છે. હાસ્યને લીધે પત્નીએ જ આ મને શું દુઃખ કર્યું. માનું છું કે, દુઃખરૂપી વૃક્ષનું મૂળ સ્ત્રીઓ જ છે. જુઓ કે, લંકાસમીપે અને કુરૂક્ષેત્રમાં પ્રબલ અને સાવધ કરડે દ્ધાઓને નાશથી જે રામાયણ અને મહાભારત થયું તેમાં પણ લલનાઓજ કારણભૂત હતી ” એમ વિચારી તે સતત કુમારપાળની સેવા કરવા લાગ્યા.
૧, ઠપકે.
For Private and Personal Use Only