________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૦૧
સિંહનાદથી કુમારપાળના હાથીને ત્રાસ પમાડીશ.” એમ વિચાર કરી રાત્રે ને રાત્રે દ્રવ્ય આપી સામંતને ફડ્યા. સવારે તે સર્વને ઉદાસ જોઈ કુમારપાળે શામળ મહાવતને પૂછ્યું કે, “ આજે આ બધા ઉદાસ કેમ દેખાય છે?”તેણે અણારાજે સુવર્ણદાનથી ફેડયા વિગેરેની સર્વ વાત કહી. એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે અર્થ ત્રણ ભુવનને પણ ફેરવી શકે. એ સાંભળી ફરી કુમારપાળે પૂછ્યું કે,
હવે તારે શે વિચાર છે ?” તે બોલ્યા, “મહારાજ, હું, કલહપંચાનન હાથી અને આપ કલ્પાંતે પણ પાછા હઠનાર નથી.” આવું તેનું વચન સાંભળી કુમારપાળ બેલ્યો કે, “શત્રુ સામા દેખાય એટલે તરત હાથી હાંકજે.” આ વખતે એક ચારણ બલ્ય, “હે કુમારપાળ ! ચિંતા ના કરે. ચિંતાથી કંઈ થવાનું નથી. જેણે તમને રાજ્ય આપ્યું છે તે ઘણાએ ચિંતા કરશે.” એટલામાં બીજો ચારણ બોલે, “ મહારાજ, અમે ચેડા છીએ અને શત્રઓ ઘણા છે એવી ચિંતા તે કાયર હેય તે કરે. જુઓ કે, માથા ઉપર ગગનલેકમાં એકલો સૂર્યનારાયણ પ્રકાશ કરે છે.” રાજાએ તે સાંભળી બને એક એક લાખ દ્રવ્ય ઇનામ આપ્યું. તે ચારણેના સુશબ્દ ગ્રહણ કરી કુમારપાળ રણ ભૂમિપર ચઢ અને બે સિન્યવચ્ચે મોટું યુદ્ધ ચાલ્યું. એટલામાં કઈ ભાટ બેલ્યા, “જેણે રણભૂમિમાં ગેસહિત ચાલુક્ય ચૂડામણિને તેણે ક્ષત્રિને ક્ષય કરવા બાણ ફેકતા પરશુરામને, રાવણના વધમાં મચેલા રામચંદ્રને અને જયદ્રથનું મથન કરનાર અર્જુનને પ્રત્યક્ષ જોયા. ” ત્યારપછી ચારભટે દેવગઉપરથી સિંહનાદ શરૂ કર્યો તેથી કલહપંચાનન પાછા હઠવા માંડશે. તે જોઈ કુમારપાળ બોલ્યા કે, “આ હાથી વારે ઘડીએ પાછો કેમ હઠે છે ?” સામળે સિંહનાદની હકીકત કહી. તે સાંભળી તાત્કાલિક બુદ્ધિથી ઉત્તરાસન વડે હાથીના કાન બંધ કરી કુમારપાળ રણભૂમિપર વીજલીની પેઠે ભૂસકે મારી અણીરાજના ગજકંધ ઉપર ચઢી ગયે અને તેને ગંડસ્થળ છેદી નાખ્યા. પછી અણોરાજને રણભૂમિપર પાડી નાખી તેની છાતી પર પગ મૂકી બેલ્ય
For Private and Personal Use Only