________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ. -~~~~ ~
~~ ~ ~ પ્રકારે છળ કરી તેને હણીએ.” મંત્રીઓએ કહ્યું, “મહારાજ! સ્વામદ્રહ કર કુલીનને ઉચિત નથી અને તે કરવાથી ઉભય લેકમાં નિંદા થાય છે. કારણ, જેઓ સ્વામીને, ગુરૂને અથવા મિત્રને વિશ્વાસ દેઈ ઠગે છે તેઓ ઉભય લેકમાં દુઃખી થાય છે. કહ્યું છે કે, જે કાર્યથી દાવાનળથી વૃક્ષ બળે તેમ મહિમા ભસ્મીભૂત થાય, જે કાર્યવડે કાજળથી જેમ વસ્ત્ર કાળું થાય તેમ કુળને શ્યામતા આવે અને જે કાર્ય કરવાથી મુનિના શ્રાપની પેઠે અંતરમાં ચિંતા થાય એવું કાર્ય પંડિત પુરૂષોએ વૈરથી અથવા સ્નેહથી કદી કરવું નહીં.” એપ્રકારે મંત્રીઓએ નિષેધ કર્યા છતાં પિતાના આત્માના શત્રુ તે સામંતે પિતાના મહેલમાં ગુમ વૈહિયંત્ર કરી ચંદ્રાવતીના ઐરિસરને વિષે કુમારપાળને આમંત્રણ કરવા ગયે. ત્યાં રાજાને પગે પડી ભેજનને માટે અતિ આગ્રહ કર્યો, પરંતુ મારવાડીને વિશ્વાસ ન કરે, એમ વિચારી શ્રીલુક્ય પોતે જમવા ગયે નહીં અને પુરૂ
ને મોકલ્યા. તેઓ જમી રહ્યા પછી તેના મહેલની રમણીયતા જેવા આમ તેમ ફરવા લાગ્યા, એટલામાં તેમને તે વહિયંત્રમાં હેમેલા પદાર્થોની ગંધ આવી, તેથી કાઈ વૃદ્ધ પુરૂષને તેનું કારણ પૂછયું. તેણે વ િયંત્રનું સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. તેમણે આવી કુમારપાળને જાહેર કર્યું. પણ તે રાજાએ પોતે વહિયંત્રની વાત જાણે છે એમ વિક્રમસિંહને નહીં દેખાડતાં તેને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું અને શાકંભરીનજીકના વનમાં આવી સિન્યનો પડાવ નખાવ્યું. પછી એક લેક આપી પિતાના દૂતને કહ્યું. તેણે જઈ અર્ણરાજને આપે. તે તેણે વંચાઃ
रे रे भेक गलद्विवेक कटुकं किं रारटीष्युत्कंटे। . गत्वा कापि गभीरकूपकूहरे त्वं तिष्ठ निर्जीववत्॥ सो यं स्वमुखप्रसृत्तरविषज्वालाकरालो महान्। जिव्हालस्तव कालवत्कलनाकांक्षी यदा जग्मिवान् ॥१॥
૧૫ છુપ. ૨. અગ્નિ યંત્ર. ૩. ભાગોળ.
For Private and Personal Use Only