________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯૭
મકાન આગળ હાથી ઘોડા ગુલ્યા રહે, જેમના ઉપર આપની ખફા મરજી થાય તે મહા આપત્તિની સાથે પરાભવને પામે, તેમનું કુળ મલિન થાય, તેમને પોતાને ક્ષય પ્રાપ્ત થાય અને તેમના મકાન આગળ કદી પણ હાથીઘોડાનું દર્શન ન થાય.” તે સાંભળી રાજાએ તેને સવા લાખ દ્રવ્યથી સત્કાર કર્યો.
કોઈક અવસરને વિષે શાકંભરીને અણીરાજ પિતાની રાણી એટલે કુમારપાળની બેન દેવળદેવીની સાથે સેગટાબાજી રમતું હતું. તે વખતે તેણે હાસ્યમાં રાણીને કહ્યું કે, “ આ તારા ઉઘાડા માથાના મુડકાને માર.” તે સાંભળી રાણી બેલી, “મારી સાથે એ પ્રકારનું હાસ્ય છોડી બીજું હાસ્ય કરો.” તેપણ રાજા વારંવાર એપ્રમાણે કહેવા લાગે, તેથી રાણી ક્રોધાયભાન થઈને બેલી કે, “હે જંગલી જટ, વિચારીને બેલ. ક્યાં તારા દેશના જાડા, લંગોટી પહેરનારા, વિવેક રહિત, કુર વચન કાઢનારા, પિશાચના જેવા ભયંકર દેખાતા ગયા અને ક્યાં તે ગુજરાત દેશના શેભીત દેહવાળા, સ્વચ્છ અને મધુર આલાપ કરનારા, ભૂમિના દેવતા જેવા શોભીતા સાધુઓ? તારી ભાર્યા હેવાથી જે તું મારાથી નથી બીતે તે શું રાજરાક્ષસ એવા મારા ભાઈ કુમારપાળથી પણ નથી બીતે ?' એ પ્રમાણે બોલતી રાણીને ક્રોધમાન થયેલા રાજાએ લાત મારી કહ્યું કે, “નિકળ અહીંથી. જા તારા ભાઈને ઘેર અને કહેવું હોય તે કહે.” રાણી એ પ્રકારે તિરસ્કાર થવાથી બોલી કે, “જે હું તારી દુષ્ટ જિહાને મુખમાર્ગ ન ખેંચાવું તે હું રાજપુત્રી નહીં !” એવી પ્રતિજ્ઞા કરી તે પિતાના પરિવાર સાથે પાટણ આવી અને કુમારપાળને ખુશી કરી પિતાની પ્રતિજ્ઞાવિષે સર્વ હકીકત જાહેર કરી. કુમારપાળે કહ્યું કે, “તે દુષ્ટને તેની જીભનું ફળ ચખાડી તારી પ્રતિજ્ઞા પૂરી કરીશ.” એવી રીતે આશ્વાસન આપી શાંત પાડી ધર્મમાં તત્પર તે બેનને આદરપૂર્વક ઘરમાં રાખી. પછી અર્ણોરાજની સ્થિતિ અને વિહાર જાણવાની ઇચ્છા કરી પિતાના કેઈ નિપુણ પ્રધાનને શાકંભરી
For Private and Personal Use Only