________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
શ્રી કુમારપાલ પ્રબંધ. naman ૧૪ ભાર સોનાના ૩૨ કુંભ, ૬ મુડા મોતી, ૧૪ કોડ સોનૈયા ૨૦૦૦ વાંસણ, ચતુર્દત હાથી અને સુંદુક નામને થત તંબુ વિગેરે ઘણી ચીજે રજુ કરી. છેવટે મલ્લિકાર્જુનના મસ્તકકમળથી કુમારપાળના ચરણને પૂયા. રાજાએ આંબેડના એવા મહા પરાક્રમથી પ્રસન્ન થઈ તેને “રાજપિતામહ ને બિરૂદ આપી એક કટિ દ્રવ્ય, ત્રણ સુવર્ણ કુંભ અને ૨૪ અરવ ભેટ કર્યા. આંબડભટે કુંભ શિવાયની સર્વ વસ્તુઓ ઘેર પહોંચતા પહેલાં પિતાના સુભટેમાં વહેંચી નાખી. તે વાત કઈ ચાડિયાએ જઇને રાજાને કહી. વગર કારણે દારૂણ વૈર પ્રગટ કરનાર દુર્જન થકી કેને ભય ઉત્પન્ન થાય કેમકે, મહામણિધરના વિષની પેઠે તેના મુખમાં નિરંતર દુસહ દુર્વચન રહેલું હોય છે. તે ચાડિયે રાજા પાસે જઈ કે, “જે સ્વાર્થ જેવીરીતે પૂર્વજન્મમાં થયેલ નથી અને વળી લાખ જન્મ કરીને થવાનું નથી તે સર્વ સ્વાર્થ તેવીરીતે આંબડભટથી થાય છે. તે સાંભળી રાજા જરા દૂના અને બીજે દિવસે સવારે , જયારે આંબડભટે સેવામાં હાજર થઈ પ્રણામ કર્યા ત્યારે કહ્યું કે, “સ્વામી કરતાં સેવકે વધારે દાન ન દેવું, એ સેવક ધર્મ છતાં તું મારા કરતાં વધારે દાન કેમ આપે છે ? એટલામાં આંબડને ભાટ , “ જેમને પર્વતની શિલા શય્યા, ગુફા ઘર, ઝાડની છાલ વસ્ત્ર, હરણ મિત્ર, કમળ ફળ ભજન, ઝરણનું પાણી પાન અને વિદ્યા એ સ્ત્રી છે એવા સેવાંજલિને નહીં બાંધનારા ગીપુરૂ
ને હું પરમેશ્વર માનું છું.” તે સાંભળી મંત્રીએ તેને તત્કાળ એક લાખ દ્રવ્ય બક્ષીસ આપ્યું. આથી રાજાના કોપમાં વૃદ્ધિ થઈ. તે જોઈ ' મંત્રીપુત્ર બોલ્યો, “મહારાજ! આપતો બાર ગામના સ્વામી ત્રિભુવન પાળના પુત્ર છે અને હું અઢાર દેશના સ્વામી એવા આપને પુત્ર છું, માટે હું જે આપું છું તે થોડું છે. તેના એવા ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને તેને પુત્રપદસાથે બમણી ભેટ આપી. આ અવસરે રાજાને ભાટબોલ્યો, “હે મહારાજાધિરાજ, જેમના ઉપર આપની મહેર નજર થાય તે મહાપદની સાથે ઉત્કૃષ્ટ ઐશ્વર્ય પામે, તેમનું કુળ અલંકૃત થાય, પૃથ્વી તેમને પ્રાપ્ત થાય અને નિરંતર તેમના
For Private and Personal Use Only