________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૮ મો.
કુમારપાળ-વિજયયાત્રા. સિંધુ નદીના પશ્ચિમ કાંઠે પદ્મપુર નામના નગરમાં પદ્મર નામે રાજા રાજય કરતે હતો. તેને પદ્માવતી નામની પદ્મિની પુત્રી હતી. તે કુમારપાળના પરનારીસહોદર . વ્રત, નિઃસીમ રૂપ અને સૈદદિ ગુણે સાંભળી તેના ઉપર મોહિત થઈ પાટણ આવી. તેની સાથે રૂપ, લાવણ્ય અને વયમાં તેણીના સમાન સોળ વરાંગનાઓ, 'સાત કાટિ દ્રવ્ય અને સાતસો સિંધી ધેડા એ પ્રમાણે પરિવાર હતો. કુમારપાળે તે સ્વયંવરા કન્યાનું પાણિગ્રહણ કર્યું. એ સંબંધથી ખુશ થઈ મૂળરાજ નામને કેાઈ રાજા ચઢી આવ્યું, પણ તે યુદ્ધમાં કુમારપાળ સામે ફાળે નહીં.
પછી કુમારપાળ દિગ્વિજ્ય કરવા નિકળે. પૂર્વ દિશામાં કુરૂ, સૂરસેન, કુશાર્ત, પાંચાલ, વિદેહ, દશાર્ણ અને મગધ વિગેરે દેશ–ઉત્તર દિશામાં કાશ્મીર ઉફયાણ, જાલંધર, સપાદલક્ષ અને પર્વતપર્યંતના દેશ–દક્ષિણ દિશામાં લાટ, મહારાષ્ટ્ર અને તિલંગ વિગેરે દેશે અને પશ્ચિમ દિશામાં સુરાષ્ટ્ર, બ્રાહ્મણવાહક, પંચન, સિંધુ અને સેવીર વિગેરે દેશે સાધી અનેક કટિ દ્રવ્ય લેઈ અગીઆર લાખ ઘેડા, અમીઆરસે હાથી, પાંચ હજાર રથ, બહેતર સામંત અને અઢાર લાખ પાયદળ સાથે પાટણ આવ્યું. એ રાજેંદ્રના દિગ્વિજયના પ્રમાણવિષે શ્રી વીરચરિત્રમાં આ પ્રમાણે લખેલું છે, “તે પૂર્વે ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચળ, પશ્ચિમમાં સિંધુ નદી અને ઉત્તરમાં તુર્કસ્થાન સુધીના દેશ સાધશે.”
સમુદ્રથી વિંટાયેલા શતાનંદ નામના નગરમાં મહાનંદ નામે રાજા રાજ્ય કરતું હતુંતેને મદનરેખા નામે રાણી હતી. તેણી
For Private and Personal Use Only