________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
એ રાજાને પોતાની શેકમાં આસક્ત જાણું કેઈક વિદેશિક પાસેથી કાણનું ચૂર્ણ લીધું. પણ પછીથી મંત્રના બળથી પતિની પ્રીતિ મેળવવી એ પતિદ્રોહમાં ગણાય છે, એમ વિચારીને તે ચૂર્ણ સમુદ્રમાં ફેંકી દીધું. તેનાથી સમુદ્રના દેવતા વશ છે. તેણે વૈક્રિયા રૂપ ધારણ કરી રાત્રે રાણીની સાથે સંભોગ કર્યો. તેથકી રાણીને ગર્ભ રહ્યો. તે કૃત્ય સાંભળી કે ધાયમાન થયેલા રાજાએ તેણીને દેશ નિકાલ કરવાને હુકમ કર્યો. એટલામાં તે દેવ આવી રાજાને કહેવા લાગે કે, “ઉંચા કુળમાં જન્મેલી અને શીળે શોભાયમાન કન્યાને પરણીને જે સમદૃષ્ટિથી જોતું નથી તેને મહાપાપિષ્ટ માને છે; માટે રાણીની અવજ્ઞા કરનાર તને અંતઃપુર સહિત હું દેશમાંથી કાઢી મૂકીશ.” એ સાંભળી રાજા બી અને રાણીની આગળ પિતાને અપરાધ ક્ષમાવવા લાગ્યું. ત્યારે રાણીએ તેને ચૂર્ણ દિને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. અનુક્રમે પુત્ર થશે અને તે મલ્લિકાર્જુન નના નામથી પ્રસિદ્ધ થયે. રાણીએ દેવતા પાસે તેને માટે રાજ્ય
સ્થાપવાની જગે માગી. દેવતાએ પાણી હઠાવી નવીન ભૂમિમાં દ્વિપ પેદા કર્યો. તે જગોએ હાલ કંકણ દેશ પ્રસિદ્ધ છે.
કોઇક સમયને વિષે કુમારપાળ ચક્રવર્તી રાજસભામાં બિરાજેલે હતો. તેવામાં કોઈ ભાટ તે કોંકણના મલ્લિકાર્જુન રાજાની આપ્રમાણે રસ્તુતિ કરવા લાગ્યું, “પ્રથમ પોતાના પ્રચંડ ભુજબળથી સર્વ રાજાઓને જીતી પુત્રીની પેઠે સર્વ કાળમાં પિતાને આધીન કરી જે મલ્લિકાર્જુન નામને રાજા “રાજપિતામહ” એવું બિરૂદ ધારણ કરે છે, તે ધનુષ્યની વિદ્યામાં અર્જુન સરખોભાયમાન વર્તે છે.” મલ્લિકાર્જુનને “રાજપિતામહ એવું બિરૂદ સાંભળી રાજા ક્રોધાયમાન થયો. તે જોઇ ભાટ ફરીથી બે કે, “રવિને ઉદય વખાણવા જેવું છે. જેમના ઉદયથી અંધકાર. કિંવા પ્રકાશ થતો નથી તેવા બીજાઓના ઉદયની સ્લાઘા કરવાની શી જરૂર છે?” ભાટના એ બેલવાથી રાજાને ઘણે ક્રોધ ચડ્યો અને સહેવાઈ રહેવાયું નહીં તેથી બોલ્યો કે, “અહે! એ રાજા મેટો અહંકારી
For Private and Personal Use Only