________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' હ૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
વિચાર કરે અને ૮ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી વિદ્યાની મુલાકાત લેવી.”
કુમારપાળ આ પ્રકારની રાજનીતિને અનુસરી જરા પણ વખત ફેગટ ન ગુમાવતાં પ્રઢતા અને દેશાટણમાં પ્રાપ્ત થયેલી નિપુણતાને લીધે પોતે રાજ્યસૂત્ર ચલાવા લાગ્યું. તે વાત વૃદ્ધ પ્રધાનને ગમતી થઈ નહીં. તેથી તેમણે કુમારપાળને મારી નાખવાને મનસૂબે કરી ગોપુરદ્વારઆગળ અંધારામાં ઘાતકે (મારા) સંતાડયા; પણ તે કાવતરાની કે આમદ્વારા ખબર મળવાથી કુમારપાળે બીજા દરવાજેથી ગૃહપ્રવેશ કર્યો અને ચિંતવવા લાગ્યો કે, “પૂર્વે કરેલાં પુણ્ય પ્રાણીનું વનમાં, રણમાં, શત્રુમાં, જળમાં અગ્નિમાં, સમુદ્રમાં, પર્વતના શિખર પર, નિદ્રામાં, પ્રમાદમાં અને વિષમ સ્થિતિમાં રક્ષણ કરે છે. મિત્ર વર્ગને ઉપકાર કરવાથી અને શત્રુ વર્ગને અપકાર કરવાથી લેકમાં પ્રભુતા વધે છે. કેવળ ઉદરપોષણ તો કોણ નથી કરતું ?” આ રીતે રાજનીતિ વિચારીને કાવતરાખેર વૃદ્ધ મંત્રીઓને કુમારપાળ રાજાએ યમરાજાને ઘેર વિદાય કર્યો. કૃષ્ણદેવ કુમારપાળને બનેવી હતો અને તેને ગાદી અપાવવામાં આગેવાન હતો, તેથી ફલાઈ જઈ રાજપાટિકા તથા તેવા બીજા અવસરે માર્મિક વચનોથી તેને પાછલી દુરવસ્થા સંભારી આપવા લાગ્યા. કુમારપાળે તેને સમજાવ્યું કે, “હવેથી તમારે સભા સમક્ષ આવું વચન કદી પણ કાઢવું નહીં. એકાંતમાં તો જેવી મરજી. કારણ, સંપદા અને વિપદા એ મહાપુરૂષને જ હોય છે, ઇતરને નથી હોતી. જુઓ! ચંદ્રમા જ હાનિવૃદ્ધિ પામે છે, કંઈ તારાગણ નથી પામતે. કેઈન છતા અથવા અછતા દેષ બીજાને શા માટે કહેવા ? તેમ કરવાથી અર્થ કિંવા યશ પ્રાપ્ત થતો નથી, માત્ર શત્રુતા થાય છે. જગતમાં દેષ કેના નથી હોતા ? સર્વે મનેરથે કેના પૂરા થયા છે ? શાશ્વત સુખ કોને છે ? દૈવ કેને મદ નથી ઉતારતો ? કોઈનાં કર્મ, મર્મ અને જન્મ એ ત્રણ કદી પ્રગટ કરવાં નહીં. તેમાં પણ મમત ભેદ જ નહીં. કારણ, તેથી તે
For Private and Personal Use Only